વિદેશ મંત્રાલયે કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત ચીનનાં શહેર વુહાનથી ભારતીયોને સુરક્ષિત નીકાળવાનાં અભિયાનને જટિલ ગણાવતા ચીન સરકાર તરફથી મળેલા સહયોગ માટે તેમની પ્રશંસા કરી છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે ગુરૂવારનાં પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે ભારતે 2 ઉડાનો દ્વારા 640 ભારતીયો અને માલદીવનાં 7 નાગરિકોને સુરક્ષિત નીકાળ્યા છે. આ દરમિયાન તેમને જ્યારે પુછવામાં આવ્યું કે ચીનમાં ફસાયેલા કેટલાક પાકિસ્તાનીઓએ ભારત સરકાર પાસે મદદની અપીલ કરી છે તો શું આના પર કોઈ ચર્ચા થઈ છે? જેના પર રવીશ કુમારે કહ્યું કે, પાકિસ્તાને આવી કોઈ વિનંતી કરી નથી. જો આવી પરિસ્થિતિ બને છે તો તેના પર જરૂરથી વિચાર કરવામાં આવશે.
વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગ દરમિયાન એક પત્રકારે ચીનનાં વુહાન શહેરમાં ફસાયેલા લોકોને લઇને પુછ્યું કે, “ત્યાં જે પાકિસ્તાની વિદ્યાર્થી ફસાયેલા છે, વિડીયો જોઇ રહ્યા હતા જેમાં તેમણે કહ્યું છે કે મોદી છે તો મુમકિન છે, મોદી જિંદાબાદ… અને તેમણે કહ્યું કે, જો પાકિસ્તાન ગવર્મેન્ટ અમને નથી લઈ જઈ રહી તો ભારત સરકાર અમારી મદદ કરે, તો શું તમે આના પર કોઈ ચર્ચા કરી છે, કોઈ વિચાર?” આ પ્રશ્નનાં જવાબમાં રવીશ કુમારે કહ્યું કે, “અત્યારે તો પાકિસ્તાન સરકાર તરફથી આવી કોઈ અમારી પાસે રિક્વેસ્ટ નથી આવી, પરંતુ જો આવી પરિસ્થિતિ બને છે અને જો આપણી પાસે રિસોર્સેઝ છે તો અમે આના પર વિચાર કરીશું.”
જ્યારે પ્રશ્ન દરમિયાન પત્રકારે એ કહ્યું કે, વુહાનમાં ફસાયેલા પાકિસ્તાની વિદ્યાર્થી ‘મોદી હૈ તો મુમકિન હૈ’, ‘મોદી જિંદાબાદ’ બોલી રહ્યા છે, ત્યારે વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા પણ હસી પડ્યા હતા. કોરોના વાયરસનાં કારણથી ચીનથી આવનારા લોકો માટે ઈ-વિઝા પર સ્થાયી રીતે પ્રતિબંધ વિશે રવીશ કુમારે કહ્યું કે, “વિઝા સંબંધિત પ્રતિબંધો ફક્ત ચાઈનીઝ મેનલેન્ડ માટે છે.” તેમણે કહ્યું કે, “ચીનનાં લોકોને આપવામાં આવેલા તમામ વર્તમાન ઈ-વિઝા અત્યારે કાયદેસર નથી. આ પ્રકારનાં જે નોર્મલ વિઝા ઇઝા ઇશ્યૂ થયા છે તે પણ અત્યારે વૈલિડ નથી. જો આવી વ્યક્તિ જેને ભારત આવવું ઘણું જ જરૂરી છે તો તે આપણા દૂતાવાસ અથવા કૉન્સુલેટથી સંપર્ક કરીને વિઝા માટે સપ્લાય કરી શકે છે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.