હાર્દિક પટેલને પોલીસ ખોટી રીતે હેરાન કરી રહી છે. તેવો રેશ્મા પટેલે આક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે હાર્દિક પટેલ કેટલાય દિવસોથી ગુમ છે અને કોઇને પણ કશું જ ખબર નથી કે ક્યા છે ? તેમજ અનેક આંદોલનકારીઓને કોર્ટની તારીખો ભરવી પડે છે. આ બધું બીજેપી સરકાર દ્વારા આદરેલા રાજકીય કાવાદાવા છે. એટલે હાર્દિક પટેલ અને બીજા આંદોલનકારીઓને હેરાન કરવાનું બંધ કરો બાકી માઠા પરીણામ ભોગવવા પડશે.
મહત્વનું છે કે થોડા સમય પહેલા કોર્ટમાં હાજર ન રહેલા હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી. જે પછીથી હાર્દિક કોઈ જગ્યાએ દેખાય નથી રહ્યો. જેથી સમાચારો વહેતા થયા હતા કે હાર્દિક પટેલ આખરે છે તો ક્યાં છે ? કારણ કે છેલ્લા ઘણા સમયથી હાર્દિક કયા ગાયબ થઈ ગયો છે તેની જ સમગ્ર ગુજરાતમાં ચર્ચા ચાલી રહી છે. જેના કારણે હવે અન્ય નેતાઓ પણ સત્તાધારી ભાજપ પર નિશાનો સાધી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.