પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે કેમ GSTનો વિરોધ કરેલો

પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે રાજ્યસભાને સંબોધિત કરી હતી. તે દરમિયાન પ્રધાનમંત્રીએ જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવવાના અને GST લાગૂ કરવાના તેમના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે, GST પર વારે વારે ફેરફાર કરવામાં આવ્યા છે. તેને સારું માનવું જોઈએ. GST ભારતના સંઘીય ઢાંચા માટે ઘણી સારી ઉપલબ્ધિ છે.

તેમણે કહ્યું કે, GSTમાં સમયની સાથે ફેરફાર કરવાની જરૂરત હતી, જે અમે કર્યો છે. અરુણ જેટલીના નાણામંત્રી રહેતા સમયે અમે GSTમાં સુધારો કર્યો હતો. તેમણે મેન્યુફેક્ચરીંગ રાજ્યોની સમસ્યાનું નિરાકરણ લાવવાનું કામ કરેલું. આ દરમિયાન પ્રધાનમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી રહેતા સમયે GSTનો વિરોધ શા માટે કરેલો તેને લઈને પણ વાત કરી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, તે સમયે તત્કાલીન કેન્દ્રીય નાણામંત્રી પ્રણવ મુખર્જી ગુજરાત આવ્યા હતા. તે સમયે મેં તેમને GSTને લઈને પ્રશ્ન કર્યા હતા કે, આ(GST) ટેક્નોલોડી ગિવેન વ્યવસ્થા છે. આ ટેક્નોલોજી વિના ચાલી શકે એમ નથી.

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે GSTનો વિરોધ કરેલો તે બાબતે કારણ આપતા કહે છે કે, તે સમયે મેં પ્રણવ મુખર્જીને કહ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ રાજ્યોની સમસ્યાઓનો ઉકેલ તમારે લાવવો પડશે. જ્યારે હું પ્રધાનમંત્રી બન્યો, ત્યારે હું તે મુદ્દાઓનો ઉકેલ લાવ્યો, જે મુખ્યમંત્રી રહેતા સમયે મેં ઉઠાવ્યા હતા અને GSTનો વિરોધ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.