દિલ્હીની હૌજ કાજીની ચૂંટણી રેલીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇ કરેલા ખૂબ જ આપત્તિજનક નિવેદન પર આજે લોકસભામાં હોબાળો થયો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને ભાજપ સાંસદ ડૉ.હર્ષવર્ધને રાહુલ ગાંધીના આ નિવેદનને અમર્યાદિત ગણાવતા આખા ગૃહમાં તેની આકરી નિંદા કરવાનો આગ્રહ કર્યો. જો કે હર્ષવર્ધનના આ રૂખથી કોંગ્રેસી સાંસદોએ જોરદાર વિરોધ કરતાં હર્ષવર્ધનને ઘેરી લીધા. હોબાળો થોભવાનું નામ ના લેતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી.
હર્ષવર્ધન સાથે ધક્કા-મુક્કી કરવાની કોશિષ?
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે કોંગ્રેસી સાંસદોએ હર્ષવર્ધનને ઘેરીને તેમની સાથે ધક્કામુક્કી કરવાની કોશિષ કરી. જોશીએ કહ્યું કે રાહુલ ગાંધીના ઉશ્કેરવા પર તેઓ ડંડાનો રસ્તો અપનાવી રહ્યા હતા. આ ડૉકટર હર્ષવર્ધનની સાથે દુર્વયવહાર કરવાની કોશિષ હતી. આ કોંગ્રેસની નિરાશા અને ગુંડાગર્દીને દેખાડે છે.
તો ભાજપ સાંસદ જગદંબિકા પાલે કહ્યું કે કોંગ્રેસ સાંસદોનું વર્તન લોકતંત્ર માટે દુર્ભાગ્યપૂર્ણ છે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન રાહુલ ગાંધીના નિવેદનને વાંચી રહ્યા હતા, એ સમયે કોંગ્રેસ સાંસદ મનિકમ ટાગોર તેમની તરફ આગળ વધ્યા. આ દેશના લોકતંત્ર માટે દુર્ભાગ્યપૂર્ણ છે.
હર્ષવર્ધનના વક્તવ્યથી કોંગ્રેસી સાંસદો ભડક્યા
વાત એમ હતી કે હર્ષવર્ધન જ્યારે રાહુલ ગાંધીના પ્રશ્નનો જવાબ આપવા ઉભા થયા તો તેમણે વકતવ્યની શરૂઆત આ રીતે કરી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીજીના પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું તેમના અભદ્ર ભાષાની નિંદા કરવા માંગું છું જેનો ઉપયોગ તેમણે દેશના વડાપ્રધાન માટે કર્યો. આટલું કહેતા જ કોંગ્રેસ સાંસદોએ શોર-બકોર શરૂ કરી દીધો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.