કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કાશ્મીરને લઇ સરકાર પર નિશાન સાંધ્યું છે. અધીર રંજને કહ્યું છે કે સરકાર કાશ્મીર પર આ રીતે શાસન કરી શકે નહીં. આપને જણાવી દઇએ કે ગુરૂારની રાત્રે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પર જન સુરક્ષા કાયદો (PSA) લગાવી દીધો. પીએસએ લાગૂ થયા બાદ હવે આ બંને નેતાઓને કોઇપણ કેસ વગર બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખી શકાય છે.
શુક્રવાર સવારે કોંગ્રેસના નેતા અધીર રંજને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે જ સંસદમાં ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી અંગે ટિપ્પણી કરી અને રાત્રે જ તેમના પર પબ્લિક સેફ્ટી એકટ (PSA) લગાવી દીધો. તમે કાશ્મીર પર આ રીતે રાજ કરી શકો નહીં. કાશ્મીર ભૌગોલિક રીતે આપણું છે પરંતુ ભાવનાત્મક રીતે નથી.
આપને જણાવી દઇએ કે ગુરૂવારના રોજ લોકસભામાં પીએમ મોદીએ અસંસદીય ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને મહાત્મા ગાંધીના બ્હાને જડબાતોડ જવાબ આપ્યો હતો. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમ્યાન કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીના મહાત્મા ગાંધી જિંદાબાદના નારાને ‘ટ્રેલર’ ગણવ્યું તો પીએમ મોદીએ કહ્યું કે તમારા માટે ગાંધીજી ટ્રેલર હોઇ શકે છે, અમારા માટે જિંદગી છે.
કયા નિવેદન પર થયો હતો હોબાળો
આની પહેલાં લોકસભામાં બુધવારના રોજ કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા અધીર રંજને કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક યુગમાં રહેતા હતા, જ્યારે આપણે ભૌતિક યુગમાં છીએ. ત્યારબાદ એક શબ્દે ગૃહમાં હોબાળો ઉભો કરી દીધો હતો. આ દરમ્યાન તેમની ભાજપના કેટલાંક સભ્યો સાથે બોલાચાલી થઇ. જો કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ગૃહમાં થઇ રહેલી ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ચૌધરીએ કહ્યું કે મંગળવારના રોજ ભાજપના સભ્ય સત્યપાલ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના સ્વામી વિવેકાનંદ સાથે કરી હતી. જેનું નામ નરન્દ્ર નાથ દત્ત હતું. તેમણે કહ્યું કે તુલના કોઇપણ કરી શકે છે, તેમનો અધિકાર છે પરંતુ નરેન્દ્ર નાથ દત્ત (સ્વામી વિવેકાનંદ) આધ્યાત્મિક યુગમાં હતા અને યોગી હતા જ્યારે આજે આપણે ભૌતિક યુગમાં છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.