જો તમે ચેકથી લેતી-દેતી કરો છો તો આ ખબર તમારા માટે મહત્વની છે. ખરેખર ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ગુરૂવારે સમગ્ર દેશમાં સપ્ટેમ્બર 2020 સુધી ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) લાગુ કરવાની ઘોષણા કરી છે. જેનો મતલબ, સપ્ટેમ્બરથી બેંક નોન સીટીએસ ચેક (Non-CTS Cheque) સ્વીકારશે નહી. જો તમારી પાસે પણ જુની ચેક બૂક છે તો તમે બેંકમાં જઇને નવી સીટીએસ ચેકવાળી ચેક બુક લઇ શકો છો. CTS સિસ્ટમ અંતર્ગત સંબંધિત બેંકને ચેક વાસ્તવિક સ્વરૂપે મોકલવાના સ્થાને ઇલેક્ટ્રોનિક રૂપે તેની તસવીર મોકલવામાં આવે છે. આરબીઆઇ એ આ વ્યવસ્થા 2010થી શરૂ કરી હતી. હાલમાં કેટલાક મોટા શહેરોમાં આ સેવા કાર્યરત છે.
મોટા ભાગની બેંકોએ પહેલાથી જ 1 જાન્યુઆરી 2020થી નોન-સીટીએસ ચેકને ક્લીયર કરવાનું બંધ કરી દીધુ છે. જો તમારી ચેક બુકના ચેક પર CTS-2010 Cheque નથી તો તેનો મતલબ એ છે કે, આ નોન-સીટીએસ ચેક બુક છે. દેશની તમામ બેંકોમાં 1 જાન્યુઆરી 2013થી ચેક ટ્રંકેશન સિસ્ટમ લાગૂ કરી દેવામાં આવી છે.
CTSમાં ચેકને ક્લીયર કરવા માટે એક બેંકથી બીજી બેંકમાં લઇ જવાની જરૂર નથી રહેતી. તેની માત્ર એક ઇલેક્ટ્રોનિક કોપી જ મોકલવાની હોય છે. આથી આ સિસ્ટમ પ્રભાવી રીતે ચેકને એક સ્થાનથી બીજા સ્થાન પર લઇ જવાના ખર્ચને સમાપ્ત કરી નાંખશે. અને તેને કલેક્ટ કરવાના સમયને પણ બચાવશે અને ચેક પ્રોસેસિંગની સમસ્ત પ્રક્રિયાને સારી બનાવે છે. આ પ્રક્રિયા સમગ્ર દુનિયામાં અપનાવવામા આવી રહી છે.
જો તમારી પાસે નૉન સીટીએસ ચેક છે તો તમારે બેંકથી સીટીએસવાળી નવી ચેક બુક ઇશ્યૂ કરાવાની રહેશે. જૂના ચેકના બદલામાં તમે બેંકથી નવી ચેક બુક લઇ શકો છો. આ માટે તમારે કોઇ પણ પ્રકારનો ચાર્જ આપવાનો રહેશે નહી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.