કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં પાર્ટી સાંસદો દ્વારા સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન સાથે ઝપાઝપી કરવામાં આવી હોવાના દાવાને ફગાવતા તેને માત્ર ડ્રામા ગણાવ્યો હતો. તેમણે ભાજપ પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, સરકાર રોજગાર મુદ્દ્દે કોઈ જવાબ નથી આપી શકતી અને હું રોજગારને લઈને જ સવાલ પુછી રહ્યો હતો, માટે મને બોલતો અટકાવવા માટે હર્ષવર્ધાને ઈશારો સમજીને આખો ડ્રામા ઉભો કર્યો.
રાહુલ ગાંધીએ વધુ આરોપ લગાવતા કહ્યું હતું કે, વર્ષવર્ધને જે કર્યું તે અસંસદીય છે. બાદમાં રાહુલ ગાંધીએ લોકસભામાં કોંગ્રેસન સંસદીય દળના નેતા અધિર રંજન ચૌધરી સાથે લોકસભામાં સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત પણ કરી હતી.
ગૃહમાં થયેલા ઘટના ક્રમ વિશે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, વાયનાડમાં મેડિકલ કોલેજ નથી. હું આ મુદ્દો ઉઠાવવા માંગુ છું. જો હું આ મુદ્દે બોલતો તો ચોક્કસ ભાજપને પસંદ ન આવતું. આ જ કારણ છે કે અમને ગૃહમાં બોલવાનો મોકો આપવામાં નથી આવતો. તમે વિઝ્યુઅલ જોઈ લો. કોંગ્રેસ સાંસદ માનિક ટૈગોરે કોઈ ઉપર હુમલો નથી કર્યો પરંતુ ઉલટાની તેમના પર હુમલો કરવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીએ સંસદની બહાર મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, મેં કોઈ બીજો મુદ્દો ઉઠાવ્યો હતો. સવાલનો જવાબ આપવામાં આવે છે પણ કદાચ સ્વાસ્થ્ય મંત્રીને કોઈએ કહ્યું હશે કે, સૂચના હશે કારણ કે તેઓ પોતાની જાતથી તો આવુ ના જ કરે. હર્ષવર્ધનને સૂચના હશે કે બીજો મુદ્દો ઉભો કરવાનો તો તેમને કરી દીધો. આ અસંસદીય હતું, સામાન્ય રીતે આવુ ક્યારેય બનતુ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.