ગુજરાતના માછીમારો માટે ખુશખબર, દરિયાકાંઠે હવેથી ગુજરાતના જ માછીમારો માછીમારી કરી શકશે

રાજ્યના માછીમારો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. હવેથી ગુજરાતના દરિયા કિનારે ગુજરાતના જ માછીમારો માછીમારી કરી શકશે. અન્ય રાજ્યોના માછીમારો ગુજરાતમાં હવેથી માછીમારી નહીં કરી શકે. ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં માછીમારોને રક્ષણ આપતું બિલ લાવવામાં આવશે, જેના કારણે મહારાષ્ટ્ર પેટર્નથી ગુજરાતના માછીમારોને રક્ષણ આપતો કાયદો રાજ્યના માછીમારોને લાગૂ પડશે. અને અન્ય રાજ્યોના માછીમારો અહીં આવીને માછીમારી કરી શકશે નહીં.

પરંતુ જો કોઈ માછીમાર અન્ય રાજ્યમાંથી આવેલો હશે અને ગુજરાતમાં માછીમારો કરતો પકડાશે તો એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જેના કારણે અન્ય રાજ્યોના માછીમારો સામે આકરા દંડની જોગવાઈ કરવામાં આવશે. એટલે કે એવું કહી શકાય કે માછીમાર પાસેથી પકડાયેલ માછલીની કિંમતનો 5 ગણો દંડ વસૂલવામાં આવશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના દરિયા કિનારે રાજ્યના જ માછીમારો માછીમારી કરી શકશે. મહારાષ્ટ્ર પેટર્નથી ગુજરાતના માછીમારોને રક્ષણ આપતો કાયદો ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમ્યાન ગુજરાતના માછીમારોને રક્ષણ આપતું બિલ લાવવામાં આવશે. અને તેમાં ગુજરાતમાં માછીમારોને રક્ષણ આપતો કાયદો લાવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.