કોરોના વાયરસના સંક્રમણના કારણે આખા ચીનમાં અફરા-તફરીનો માહોલ છે. તેવામાં દરેક દેશ પોતાના નાગરિકો અહીંથી બહાર કાઢી રહ્યું છે. ભારત સરકાર પણ ચીનમાં રહેલા પોતાના નાગરિકોને સતત બહાર કાઢી રહ્યું છે. સાથે જ આ મુશ્કેલીના સમયમાં ભારત તેના પાડોશી દેશોની મદદ પણ કરી રહ્યું છે. આ માટે ભારતે ખુલ્લી ઓફર પણ કરી છે.
ભારત સરકારે જાહેરાત કરી છે કે, જો પાડોશી દેશો ઈચ્છે તો ભારત તેના નાગરિકોને ચીનમાંથી બહાર કાઢવામાં તેમની મદદ કરવા માટે તૈયાર છે. ભારતની આ ઓફરનો લાભ માલદીવે ઉઠાવ્યો છે. ચીનમાં ફસાયેલા માલદીવના વિદ્યાર્થીઓને ભારતે એરલિફ્ટ કરી આપ્યા હતાં. જોકે કંગાળ પાકિસ્તાને આ કામમાં પણ હંમેશાની માફક ઉંધાડી જ કરી છે.
સંસદમાં ભાજપની સાંસદ રૂપા ગાંગુલીએ સરકાર પાસેથી સ્પષ્ટિકરણ માંગ્યુ હતું કે, શું ભારત સરકાર ચીનના વુહાનમાં ફસાયેલા પાકિસ્તાનના નાગરિકોને બહાર કાઢવા પણ કોઈ પ્રયાસ કરશે? કારણ કે આ પહેલા પણ ભારત દુનિયાના અનેક દેશોના નાગરિકોની મદદની પહેલ કરી ચુક્યુ છે.
જેનો જવાબ આપતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, પાકિસ્તાન સહિત તમામ પાડોશીએ દેશોના વિદ્યાર્થીઓને ભારતીય વિમાન દ્વારા ચીનમાંથી બહાર કાઢવાની ઓફર કરવામાં આવી હતી. જેનો માલદિવના સાત વિદ્યાર્થીઓએ લાભ ઉઠાવ્યો. જોકે પાકિસ્તાને હજી સુધી ભારતની આ ઓફર સ્વિકારી નથી અને તેનો લાભ પણ લીધો નથી.
ગંભીર બાબત એ છે કે, ચીનમાં ફસાયેલા ખુદ પાકિસ્તાનના જ વિદ્યાર્થીઓ જ ભારત સરકાર દ્વારા તેના નગારિકોને ચીનમાંથી બહાર કાઢવાના વીડિયો શેર કરીને પાકિસ્તાન સરકારને આ મામલે કંઈક શીખવાની ભલામણ સાથે તેમને પણ અહીંથી બહાર કાઢવાની આજીજી કરી રહ્યાં છે. તેમ છતાંયે પાકિસ્તાન વટના માર્યા ભારતની આ ભલામાણ સ્વિકારવા તૈયાર નથી. આતંકવાદના જનક અને પોષક મુશ્કેલીના સમયમાં માનવીય અભિગમ અપનાવવાના બદલે અક્કડ દાખવીને પોતાના અનેક નાગરિકોને ચીનમાં મોતના મુખમાં ધકેલી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.