દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. એવામાં જ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે હનુમાન અંગે આરોપ-પ્રત્યારોપ કરવાનું શરૂ થઈ ગયું છે. મનોજ તિવારીએ કેજરીવાલને ગંદા માણસ કહ્યા તો કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું મારા મંદિરમાં જવાથી મંદિર અશુદ્ધ થઈ જાય છે. આવા નિવેદન કરાઈ રહ્યા છે. આ કેવું રાજકારણ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કેજરીવાલને ‘ગંદો માણસ’ કહ્યાં હતા. મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલનો એક વીડિયો ટ્વીટ કરીને કહ્યું હતું કે, જુઓ આ ચૂંટણી હનુમાનભક્ત કેજરીવાલનું સત્ય.. જે હાથથી ચપ્પલ ઉતાર્યા, એ જ હાથથી હનુમાન દાદા પર ફુલોની માળા ફેંકી..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.