દેશ છોડીને ભાગી ગયેલા ભાગેડુઓમાં તમને વિજય માલ્યા, મેહુલ ચોક્સી અથવા નીરવ મોદીનું નામ જ ખબર હશે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભાગેડુઓની સંખ્યા ત્રણ કરતા વધારે છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે દેશમાં ગુનાઓ કરનારા લોકોની સંખ્યા 70 કરતા વધારે છે. તેમના ઉપર ગંભીર ગુનાનો આરોપ છે. જો કે, સરકાર હજી સુધી તેમને પાછા લાવવામાં સફળ થઈ નથી.
તમને જાણીને આશ્વર્ય થશે કે, અલગ-અલગ અપરાધ કરીને લગભગ 70 લોકો ચુપચાપથી દેશ છોડીને ભાગી ચૂક્યા છે. વિજય માલ્યા અને નીરવ મોદી જેવા હાઈ-પ્રોફાઈલ મામલાઓ તો પણ જલ્દીથી કાર્યવાહી થઈ રહી છે. પરંતુ વિદેશ મંત્રાલય લગભગ 70 એવાં લોકોને શોધી રહ્યુ છે. જે અલગ અલગ અપરાધોને અંજામ આપીને અહીંથી ભાગી ચૂક્યા છે. લોકસભામાં વિદેશમંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, સરકાર લગભગ 70 ભાગેડુઓની શોધમાં છે જે દેશ છોડીને ભાગી ગયા છે.
વિદેશ મંત્રાલયે એક સવાલનાં જવાબમાં જણાવ્યુ કે, આ 70 આરોપીઓની સામે રેડ કોર્નર નોટિસ, પ્રત્યાર્પણની અપીલ અને લુક આઉટ સર્કુલર જાહેર કરવામાં આવ્યુ છે. ઘણા મહત્વપૂર્ણ મામલાઓમાં Fugitive Economic Offenders Act, 2018 હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.