ગુજરાત સરકાર હાલ તો નવા વર્ષ 2020-21ના સામાન્ય અંદાજપત્ર સત્રની તૈયારીમાં મશગૂલ છે પરંતુ કોઇને ખબર નથી કે એપ્રિલ મહિનામા શું થવાનું છે. સચિવાલયના કર્મચારીઓને પણ આશ્ચર્ય થાય તેવા મહત્વના ફેરફારો સરકારમાં આવી રહ્યાં છે. શું મુખ્યમંત્રી વિજય રૂપાણી બદલાય છે, જવાબ ના છે. ચીફ સેક્રેટરી શું કરશે તે કોઇ જાણતું નથી. મુખ્યમંત્રીને કેવા ફેરફારની ફરજ પડશે તે પણ ખબર નથી. વિશ્વાસપાત્ર સૂત્રો કહી રહ્યાં છે કે રાજ્ય તેમજ જિલ્લાના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર આવી રહ્યાં છે.રાજ્યમાં સપ્ટેમ્બર- ઓક્ટોબર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ મહાનગરોની ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર જિલ્લા થી રાજ્યસ્તરની મોટાપાયે બદલીઓ કરવા જઇ રહી છે. રાજ્યમાં 24મી ફેબ્રુઆરીએ સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ બજેટ રજૂ કરવા જઇ રહ્યાં છે પરંતુ તેમને ખબર નથી કે બજેટ સત્ર પછી તેઓ ક્યાં હશે. વિભાગના મંત્રીને પણ ખબર નહીં હોય અને તેમના વિભાગનો અધિકારી બદલાઇ ચૂક્યો હશે.
ગુજરાત સરકારમાં ત્રણ વર્ષનો પિરીયડ હવે ભૂલી જવો પડશે. એક જ જગ્યાએ ત્રણ વર્ષ કે તેથી વધુ સમય થયો હોય તેવા અધિકારીને બદલવાની પ્રથા છે પરંતુ આ પ્રથાને રૂપાણી સરકાર દૂર કરી શકે છે. કોઇપણ અધિકારીને એક વર્ષ થયું હોય કે ત્રણ વર્ષ થયાં હોય, તેમની બદલી નક્કી છે. જિલ્લાના વહીવટી તંત્રમાં તેમજ વિભાગોમાં ભ્રષ્ટાચાર દૂર કરવા રાજ્ય સરકારને મોટાપાયે બદલીઓ કરવાની ફરજ પડશે. હાલના મુખ્યસચિવ અનિલ મુકિમ આ દિશામાં અત્યારે કામ કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.