બાળકો સાથે થઈ રહેલા યૌન શોષણ અને રેપ જેવી ઘટનાઓની વચ્ચે પાકિસ્તાન સંસદે એક પ્રસ્તાવ પાસ કર્યો છે. આ પ્રસ્તાવમાં 2018માં એક 8 વર્ષની છોકરીનું યૌન શોષણ કરી તેની બર્બરતા રીતે હત્યા કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવને બહુમતની સાથે પાસ કરી દેવામાં આવ્યો છે. જેનો પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની પાર્ટી( પાકિસ્તાન પિપુલ્સ પાર્ટી) PPPના સાંસદોને છોડી દરેકે સમર્થન આપ્યું છે.
બાળ અધિકાર સંગઠન સાહિલ દ્વારા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાનમાં જાન્યુઆરીથી જૂનની વચ્ચે મીડિયામાં બાળકોના યૌન શોષણથી સંબંધિત 1304 મામલા પ્રકાશિત કરવામાં આવ્યા. તેનો અર્થ એ થાય છે કે રોજ ઓછામાં ઓછા 7 બાળકોનું યૌન શોષણ થાય છે.
પાકિસ્તાન પિપુલ્સ પાર્ટી (PPP) નેતાએ કહ્યું કે, જાહેરમાં ફાંસી આપવી સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું ઉલ્લંઘન છે અને સજાથી ગુનાને ઓછા કરી શકાશે નહી. સજાની ગંભીરતા વધારતા ગુનામાં કોઈ કમી આવાની નથી. જેમાં દોષિતોને ખુલ્લામ ફાંસી આપવાની માગ કરવામાં આવી છે.
સદનમાં કહેવામાં આવ્યું કે, આ સદન બાળકોના શોષણ અને તેમની હત્યાની નિંદા કરે છે અને હત્યાઓ પર રોક કરવાની માગ કરે છે. સાથે ગુનેગારો અને બળાત્કારીઓને કડક સંદેશ આપવા માટે તેમને માત્ર ફાંસી નહીં પણ જાહેરમાં ફાંસી પર લટકાવવા જોઈએ. આ પ્રસ્તાવની બે મંત્રીઓએ નિંદા કરી. જે મતદાન દરમિયાન સદનમાં હાજર નહોતા. વિજ્ઞાન મંત્રી ફવાદ ચૌધરી અને માનવાધિકાર મંત્રી શિરીન માજરીએ આ જાહેરમાં ફાંસી આપવાના પ્રસ્તાવની નિંદા કરી છે. જોકે, તેઓ પોતે સદનમાં હાજર નહોતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.