રશિયન મીડિયાનો ઘટસ્ફોટ- ખતરનાક કોરોના વાયરસ ફેલાવવા પાછળ અમેરિકા જવાબદાર?

ચીનમાં કોરોના વાઈરસના ફેલાવાને લઈ અનેક થિયરીઓ અને ગેરસમજ ધરાવતી જાણકારી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે, પણ રશિયા આ વાઈરસ માટે પશ્ચિમનાં દેશોને જવાબદાર માને છે. રશિયાની ‘ચેનલ વન (Channel One)’ તેના પ્રાઈમ ટાઈમ શો ‘રેમ્યા (ટાઈમ)’માં આ વિષય પર ચર્ચા કરી રહી છે. ટીવી ચેનલના મતે ચીનમાં કોરોના વાઈરસ ફેલાવવા પાછળ પશ્ચિમી દેશો ખાસ કરીને અમેરિકાનું કાવતરું છે.

આ ટીવી ચેનલનાં કાર્યક્રમમાં જણાવવામાં આવ્યુ કે કોરોના વાઈરસનાં પ્રચાર માટે ડોનાલ્ડ ટ્રમ્પ જવાબદાર છે. કારણ કે તે હંમેશા સૌદર્ય પ્રતિયોગિતાની અધ્યક્ષતા કરે છે અને વિજેતાને આ ક્રાઉન આપે છે. ‘કોરોના’ એ લેટીન શબ્દ છે અને રશિયાની ભાષામાં તેનો અર્થ ક્રાઉન (શાસક) થાય છે. બીબીસીના જણાવ્યા પ્રમાણે વૈજ્ઞાનિકોએ વાઈરસને કોરોના નામ એટલા માટે આપ્યું કારણ કે તે દેખાવમાં ક્રાઉનની માફક લાગે છે.

જોકે રેમ્યાનાં પ્રસ્તુતકર્તાઓ આ વિચારને સંપૂર્ણપણે નકારે છે. ચેનલ પર આવેલ એક્સપર્ટ્સ કહે છે કે કોરોના વાઈરસને કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની પાછળ અમેરિકાની ગુપ્તચર સંસ્થાઓ તેમ જ ફાર્માસ્યુટીકલ કંપની જવાબદાર છે. કોરોના વાઈરસને લઈ રશિયામાં ભયનો માહોલ છે. રશિયાએ ચીન તરફ જઈ રહેલી રેલવે અને હવાઈ સેવામાં ઘટાડો કર્યો છે. મોસ્કો સ્થિત એક ચર્ચમાં કોરોના વાઈરસમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરવામાં આવી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.