ઓટો એક્સ્પોમાં ફૂડ આઈટેમ્સની કિંમત 10 ગણી વધારે મોંઘી,ભાવ જાણીને ચોંકી જશો

‘ઓટો એક્સ્પો 2020’ 5 ફેબ્રુઆરીએ મીડિયા ઈવેન્ટ્સથી શરૂ થયો છે. આ શૉ 12 ફેબ્રુઆરી સુધી ચાલશે. જો તમે ઓટો એક્સ્પો ફેમિલી સાથે વિઝિટ કરવાનું વિચારી રહ્યા છો તો તમારું ખિસ્સું વજનદાર હોવું જરૂરી છે. ઓટો એક્સપોનું ફૂડ મેન્યુ બજારની સરખામણીએ 7ગણું વધારે મોંઘું છે. કેટલીક ફૂડ આઈટેમ્સની કિંમત 10 ગણી વધારે છે. 10 રુપિયાની ચા માટે તમારે ઓટો એક્સપોમાં 100 રુપિયાનો ખર્ચો કરવા પડશે.

તેની કિંમત 1000 રુપિયા છે. તેમાં 1 સૂપ, 3 સલાડ, 1 નોનવેજ, 1 દાળ, 1 રાઈસ, 1 પનીર, 2 મિઠાઈ, નાન અને રોટલી સામેલ છે. આ સિવાય બર્ગર, સેન્ડવીચ, પાસ્તા સહિતની ફૂડ આઈટેમ્સ પણ મળે છે. તેના માટે ગ્રાહકોએ 750 રુપિયા આપવા પડશે.

ઓટો એક્સપોમાં ડ્રિન્કની સુવિધા પણ આપવામાં આવી છે. 8 પ્રકારના લીકરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેની શરૂઆત 400 રુપિયાથી થાય છે. મેક્સિમમ કિંમત 1200 રુપિયા છે. કોલ્ડ ડ્રિન્કસની કિંમત 150 રુપિયા છે જ્યારે 20 રુપિયાની પાણીની બોટલની કિંમત 100 રુપિયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.