મધ્યપ્રદેશના CM કમલનાથનો મોદી પર કટાક્ષઃ મોદીજી વાતો કરવામાં અને દેશ ચલાવવામાં અંતર હોય છે

આ રાજ્યના મુખ્યમંત્રી એક કુશળ રાજનેતા તો છે પણ તેઓ હાજરજવાબી માટે પણ જાણીતા છે. એક કાર્યક્રમમાં તેમણે પ્રધાનમંત્રી મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, દેશ ચલાવવામાં અને બોલવામાં મોટું અંતર હોય છે. તેમણે કહ્યું કે, મોદીજી ધ્યાન બીજી તરફ ખેંચવા ક્યારેક રાષ્ટ્રવાદની વાત કરશે તો ક્યારેક પાકિસ્તાનની વાત કરવા લાગશે. પણ યુવાઓ અને ખેડૂતોની વાત નહીં કરશે. મોઢું ચલાવવામાં અને દેશ ચલાવવામાં અંતર હોય છે.

આ પહેલા પણ તેમણે બેરોજગારી, અર્થવ્યવસ્થા સહિત ઘણાં મુદ્દાઓને લઈને પ્રધાનમંત્રી મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે આ વાત સાગર જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં કહી હતી. તેમણે ઘણાં મુદ્દે ડર્યા વિના પોતાની વાત રજૂ કરી હતી. જણાવી દઈએ કે, મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે સત્તામાં આવ્યા બાદ રાજ્યના શહેરી ગરીબ યુવાઓ માટે 100 દિવસનો રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે ‘મુખ્યમંત્રી યુવા સ્વાભિમાન યોજના’ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ કરી હતી. દેશના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોને રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે ચાલી રહેલી મનરેગા યોજના જેવી જ આ યોજના શહેરી બેરોજગાર યુવાઓ માટે ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી.

‘મુખ્યમંત્રી યુવા સ્વાભિમાન યોજના’માં 20 થી 30 વર્ષની ઉંમરના એ શહેરી યુવાનોને લાભ મળશે, જેમના પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોય. તેમને અત્યાર સુધીમાં 100 દિવસમાં દર મહિને 4000 રૂપિયાના હિસાબે 13,500 રૂપિયા માનદ વેતન મળ્યું છે. આવનારા દિવસોમાં આ માનદ વેતન વધારીને 5000 રૂપિયા માસિક કરવામાં આવી રહ્યું છે. જેનાથી તેમને 100 દિવસના હિસાબે 16,500 રૂપિયા માનદ વેતન મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.