અર્થ અલાયન્સ નામની સંસ્થા જેને હોલિવુડ અભિનેતા લિયોનાર્ડો ડી કેપ્રિયો પણ ચલાવે છે, તે ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગ માટે આશરે 21 કરોડ 33 લાખ રૂપિયાનું દાન કરશે. આ ફંડનો ઉપયોગ ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે કોશિશ કરી રહેલા ફાયરફાઈટરોને અને પ્રાણીની લાંબા ગાળાની રિકવરી માટે થશે.
આ ફંડનો ઉપયોગ જે સમુદાય આ ભીષણ આગમાં સપડાયા છે તેઓ, ઓસ્ટ્રેલિયાની વાઈલ્ડ લાઈફની સારવાર અને ત્યાંની ઈકો સિસ્ટમને ફરી સ્થાપિત કરવા માટે થશે.
Earth Alliance ફાઉન્ડેશનની શરૂઆત 2019માં કરવામાં આવી હતી. જેને અભિનેતા લિયોનાર્ડો ડી કેપ્રિયો, એપલના કો ફાઉન્ડર સ્ટીવ જોબ્સની પત્ની પોવેલ જોબ્સ અને બ્રેઈમ સેથ ચલાવે છે. આ ફાઉન્ડેશન ક્લાઈમેટ ચેન્જ અને બાયો ડાઈવર્સિટી લોસ જેવી સમસ્યા સામે લડવા માટે શરૂ કરવામાં આવ્યું હતું.
21 કરોડ 33 લાખ રૂપિયાનું ફંડ ઓસ્ટ્રેલિયાના લોકલ પાર્ટનર ફાઉન્ડેશન Aussie Ark, Bush Heritage, અને Wires Wildlife Rescue સાથે મળીને કામ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.