આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના નેતા ડૉક્ટર પ્રવીણ તોગડીયાએ રાજકોટના ગરીબ લોકો માટે એક મુઠ્ઠી અનાજ અભિયાન શરૂ કરાવ્યું છે. આ કાર્યક્રમમાં તેમણે રામ મંદિર ટ્રસ્ટ અને CAAના કાયદા બાબતે મીડિયા સાથે વાતચીત કરી હતી.
ડૉક્ટર પ્રવીણ તોગડીયાએ જણાવ્યું હતું કે, રામ મંદિર તો બનતું દેખાઈ રહ્યું છે. રામ રાજ્ય ક્યાં? રામ રાજ્ય નથી દેખાઈ રહ્યું. રામ મંદિર એવું આંદોલન હતું કે, દેશના બધા રાજ્યના ગામના લોકો જોડાયા હતા. તો રામ મંદિર બનાવવાનું ટ્રસ્ટ બને તેમાં પણ સમાજના વિવિધ પ્રકારના લોકોનું પ્રતિનિધિત્વ હોય, અયોધ્યાના એક પણ સંતને નહીં રાખ્યા તે સારું નથી. રામ મંદિર હિંદુની એકતાનું પ્રતીક બને તે માટે જ આંદોલન થયું હતું. તો તેના ટ્રસ્ટના મેનેજમેન્ટમાં પણ બધી જ જ્ઞાતિના મુખ્ય લોકોને રાખવામાં આવ્યા હોત તો ઘણું સારું હતું પણ એ સરકારે કર્યું નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું એજ કહીશ કે, રામ મંદિર આંદોલન દેશના તમામ જ્ઞાતિના લોકોએ ચલાવ્યું એટલે મંદિર બની રહ્યું છે. તો મંદિરનું ટ્રસ્ટ બનાવતી વખતે 251 લોકો રાખીને દેશના બધા જ સમાજના વર્ગને પ્રતિનિધિત્વ આપ્યું હોય, અયોધ્યાના સંતોને પ્રતિનિધિત્વ આપ્યું હોય, તો સારું હતું. આ તો માત્ર મુઠ્ઠીભર લોકોના હાથમાં મુક્યું હોય તેવું લાગે છે. આંદોલન કરોડો લોકોએ કર્યું અને સંચાલન માત્ર ગણ્યાં-ગાંઠ્યા લોકોને આપ્યું આ સારું નથી થયું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.