જાણીતી કંપની ઘડીએ સ્થાનિકોને વિનાકારણ વિના છુટા કરતા યુવાઓમાં આક્રોશ, રૂપાણીને કરી અપીલ

દ્વારકામાં આરએસપીએલ ઘડી કંપની વિરુદ્ધ સ્થાનિકો ભારે રોષ જોવા મળી રહ્યો છે. ના ઈસ્તેમાલ કરે ના વિશ્વાસ કરે, ઇસ ઘડી કા બહિષ્કાર કરે ના નારા સાથે યુવાઓએ નારા લગાવી વિરોધ દર્શાવ્યો છે. કંપની દ્વારા સ્થાનિકોને કોઈ પણ કારણ વિના છુટા કરી દેવામાં આવતા સ્થાનિક યુવાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

50થી વધુ છુટા કરાયેલા મજૂરો દ્વારા આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી છે. સ્થાનિક 80 ટકા રોજગારી ના મળતા છુટા કરાયેલ કર્મચારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કંપનીનો સ્થાનિક રોજગારીનો ડેટા ચેક કરવા અપીલ કરી છે. જો 24 કલાકમાં યોગ્ય નિકાલ નહીં આવે તો યુવાઓ આમરણાંત ઉપવાસ પર ઉતરશે. ઘડી કંપની દ્વારા ગુજરાતીઓ તેમજ સ્થાનિક સાથે દુર્વ્યવહાર થતો હોવાની મજૂરોએ આક્ષેપ કર્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.