દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામ 11 ફેબ્રુઆરીએ એટલે કે આવતી કાલે જાહેર થશે. આ ચૂંટણીના એક્ઝિટ પોલથી પાડોશી પાકિસ્તાન ભારે હરખાઈ રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ છે આમ આદમી પાર્ટીની શાનદાર જીત અને ભાજપની હારની શક્યતા. પાકિસ્તાનની સરકારના મંત્રી આ શક્યતાથી ખુબ જ ઉત્સાહીત છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું હતું કે, ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલા નાગરિક સંશોધન કાયદા (CAA)ના કારણે તેમની પાર્ટી ભાજપ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હારના ખતરાનો સામનો કરી રહી છે.
ફેડરેશન ઓફ પાકિસ્તાન ચેંબર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના એક કાર્યક્રમમાં કુરેશીએ આ વાત કહી હતી. તેમણે અહીં કહ્યું હતું કે, 2019ની સામાન્ય ચૂંટણીમાં જીત્યા બાદ ભાજપે ત્રણ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મુશ્કેલીનો કરવો પડ્યો હતો. હવે જ્યાં સુધી દિલ્હી વિધાનસભાની ચૂંટણીની વાત છે, તો આવતીકાલે મંગળવારે તેના પરિણામો સામે આવશે, જ્યાં લાગી રહ્યું છે કે, ભાજપ મુશ્કેલીમાં છે અને તેના માથે વધુ એક હારનો ખતરો મંડરાઈ રહ્યો છે.
ભારત વિરૂદ્ધ પાકિસ્તાનને દુનિયાભરમાંથી કોઈ જ સમર્થન ના મળવાના સંદર્ભમાં કુરેશીએ કહ્યું હતું કે, ઘણા દેશોને લાગે છે કે, ભારત એક મોટું બજાર છે, માટે તો પોતાના આર્થિક હિતો વિરૂદ્ધ જવા તૈયાર નથી. વાતો બધા નૈતિકતા અને સત્યની કરે છે પણ કામ તો તમામ પોતાના આર્થિક હિતોની સુરક્ષાના હિસાબે જ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.