બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારત માટે સીમાની સુરક્ષા વધારે મહત્વની થઇ ગઇ છે. એવામાં રાફેલ ફાઇટર વિમાન ખૂબ મહત્વપૂર્ણ થઇ ગયું છે. વિશ્વનું સૌથી ઘાતક ફાઇટર જેટ રાફેલ ટૂંક સમયમાં જ બોર્ડર પર ભારતની તાકાત વધારશે. આ ચીન સીમા પર તૈનાત કરવામાં આવશે.
હકીકતમાં ભારતીય વાયુ સેનાએ ફ્રાંસને મળેલા યુદ્ધવિમાન રાફેલને પૂર્વોત્તર ક્ષેત્રમાં તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. આ વિમાનોને પાકિસ્તાન બોર્ડર પહેલા ચીન બોર્ડર પર તૈનાત કરવામાં આવશે. વિમાનોને લઇને ચીન સાથે કોઇ પણ પ્રકારની હાલત સામે લડવા માટે સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરવામાં આવી રહી છે.
શિલોંગમાં સેનાનાં પ્રવક્તાએ જણાવ્યું કે, ટૂંક સમયમાં જ રાફેલને ચિનૂક અને અપાચે હેલિકોપ્ટરો સાથે પૂર્વોત્તરમાં તૈનાત કરવામાં આવશે. પૂર્વી કમાન ક્ષેત્રમાં અરૂણાચલ પ્રદેશને લઇને ચીનનું આક્રમણ વલણ રહે છે. એવામાં રાફેલની તૈનાતી ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.
પૂર્વોત્તરમાં તૈનાત કરવામાં આવી રહેલા વધારે રાફેલ વિમાનોની તૈનાતી ચીનની સીમાની આસપાસ થશે. આ વિમાનોને ઉતરવા માટે આઠ લેન્ડિંગ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યાં છે કે જે કોઇ પણ સમયે ચાલુ કરી શકાય છે. ભારતીય વાયુસેનાને ટૂંક સમયમાં જ દુનિયાને સૌથી ઘાતક ફાઇટર જેટ રાફેલ મળવા જઇ રહ્યું છે. 8 ઓક્ટોબર એટલે કે વિજયાદશમીનાં દિવસ પહેલા રાફેલ ફાઇટર એરક્રાફ્ટ વાયુસેનાને ઓફિશીયલ રીતે મળી જશે. વાયુસેનાને કુલ 36 રાફેલ યુદ્ધ વિમાન મળશે.
રાફેલ ફાઇટર જેટની ખાસિયત એ છે કે આ અનેક પ્રકારનાં રોલ નિભાવી શકે છે. હવાથી હવામાં જ તે મારણ કરી શકે છે. હવાથી જમીન પર પણ આક્રમણ કરવામાં સક્ષમ છે. જેમાં પરમાણુ બોમ્બ નાખવાની પણ ક્ષમતા છે. એક મિનીટમાં વિમાનની બંને તરફથી 30 MMની તોપથી 2500 રાઉન્ડ ગોળા ફેંકવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.