કેજરીવાલની જીત બતાવે છે કે કોંગ્રેસ કઇ મોટી ભૂલને કારણે ગુજરાતમાં હારી જાય છે

ગુજરાતમાં જો કોંગ્રેસની સરકાર બનાવવી હોય તો પાર્ટીના નેતાઓએ આમ આદમી પાર્ટીના ચીફ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અનુસરવું જોઇએ, કેમ કે કેજરીવાલની ફોર્મુલા સફળ બની શકે છે. જો કોંગ્રેસના નેતાઓ તેમની જૂની આદત પ્રમાણે 2022ની વિધાનસભાની ચૂંટણી લડશે તો ફરી એકવાર કોંગ્રેસને પાંચ વર્ષનો વનવાસ મળી શકે છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત આખા રાષ્ટ્રીય ભાજપના ટોચના નેતાઓ દિલ્હી ચૂંટણીના પ્રચારમાં ફરી વળ્યા હતા પરંતુ કેજરીવાલે ચૂંટણી જીતીને હેટ્રીક કરી છે. તેઓ માત્ર ચૂંટણી જીત્યા નથી પરંતુ મેજોરિટી પ્રાપ્ત કરી છે. અરવિંદ કેજરીવાલનું જમા પાસુ એવું સામે આવ્યું છે કે આખી ચૂંટણીમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ બોલ્યાં નથી. તેમની કોઇપણ જાતની ટીકા કરી નથી.

આ પહેલાં 2015માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી ત્યારે પણ મોદી અને ભાજપના નેતાઓ કેજરીવાલ પર વરસી પડ્યા હતા. તેમની પર ગંદી ભાષામાં આક્ષેપો કર્યા હતા છતાં કેજરીવાલ 70માંથી 67 બેઠકો લઇને આવ્યા હતા. એ વખતે પણ કેજરીવાલે મોદીનું નામ લીધું ન હતું. જો કેજરીવાલ ચેતી ગયા તો કોંગ્રેસના નેતાઓને ક્યો સાપ સૂંઘી ગયો છે કે મોદીને ગાળો આપવામાંથી ઉંચી આવતી નથી. હવે જો 2022માં પણ કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓએ 2002, 2007, 2012 અને 2017ની વિધાનસભાની ચૂંટણીની જેમ મોદીને ગાળો આપવાનું ચાલુ રાખ્યું તો કોંગ્રેસની હાર નિશ્ચિત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.