દિલ્હી વિધાનસભાના પરિણામો વિશે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ટ્વિટમાં લખ્યું હતું કે દિલ્હીના લોકોએ ભાજપને જાકારો આપ્યો છે. દિલ્હીના લોકોએ બતાવી દીધું છે કે હવે દેશમાં જન કી બાત ચાલશે, મન કી બાત નહીં. એક રાષ્ટ્રીય પાર્ટી ક્ષેત્રિય સ્તરની આમઆદમી પાર્ટીના ઝાડું સામે ટકી શકી નથી. આ રાષ્ટ્રીય પાર્ટીએ ચૂંટણી પ્રચાર માટે નેતાઓની ફોજ ઉતારી દીધી હતી. તેમણે અરવિંદ કેજરીવાલને આતંકવાદી કહ્યા, પણ સ્થાનિક મુદ્દાની અવગણના કરી. પણ દિલ્હીના લોકો વિકાસના કામ કરનારા માણસની પાછળ અડીખમ ઊભા રહ્યા. લોકોએ ભાજપના નફરતથી ભરેલા અને ભાગલા પાડવાના ચૂંટણી પ્રચારનો જવાબ આપ્યો છે.
બીજી બાજુ એનસીપીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું હતું કે ભાજપે દર વખતની જેમ મતદારોના ધ્રુવીકરણ માટે ચૂંટણીને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ કરી પણ તેમાં એ નિષ્ફળ રહ્યા. ભાજપ દેશભરમાં દહેશતની રાજનીતિ કરે છે અને તેથી તેને દરેક જગ્યાએ પરાજયનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિણામો એ વાતનો સંકેત છે કે દેશમાં બદલાવની હવા ચાલી રહી છે. ભાજપને હરાવવા માટે તમામ ક્ષેત્રિય પક્ષોએ એક સાથે આવવાની જરૂર છે. પિૃમ બંગાળના મમતા બેનરજીએ કહ્યું હતું કે, લોકોએ ભારતીય જનતા પાર્ટીને નકારી કાઢયો છે. ફક્ત વિકાસ જ કામ કરી ગયું. CAA, NRC, NPRને લોકોએ નકારી કાઢયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.