દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારના એક મહિના દરમિયાન ફેસબુક પર અંદાજે ૨ કરોડની જાહેરખબરો આપવામાં આવી હતી. ૭ જાન્યુઆરીથી ૮ ફેબ્રુઆરી સુધી ફેસબુક પર આમ આદમી પાર્ટીએ સૌથી વધારે ૪૬.૮૮ લાખનો ખર્ચ કર્યો હતો. આ તમામ ખર્ચ ૭ જાન્યુઆરીથી ૮ ફેબ્રુઆરીની વચ્ચે થયો હતો. રિપોર્ટ અનુસાર ચૂંટણી જાહેરખબરો પર ખર્ચ કરવાના મામલે આમ આદમી પાર્ટી સૌથી આગળ છે. જોકે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપે સૌથી વધારે જાહેરખબર આપી હતી. પ્રચારના છેલ્લા દિવસ ૬ ફેબ્રુઆરીએ ભાજપે ૪.૩૬ લાખની જાહેરખબર આપી હતી તો છેલ્લા અઠવાડિયામાં ભાજપે જાહેરખબરો પાછળ ૨૪.૦૫ લાખનો ખર્ચ કર્યો હતો. પ્રચાર પૂરો થયા બાદ એક પણ પાર્ટીએ જાહેરખબર આપી નહોતી.
૨ થી ૮ ફેબ્રુ.ની વચ્ચે ખર્ચ કરનાર ફેસબુક પેજ
દિલ્હી ભાજપ રૂ. ૨૪,૦૫,૬૦૮
સૌરભ ભારદ્વાજ (આપ ઉમેદવાર) રૂ. ૨,૨૭,૯૮૮
ધરમપાલ લકરા (આપ ઉમેદવાર) રૂ. ૧,૧૬,૭૭૭
દિલ્હી કોંગ્રેસ રૂ. ૨,૨૨,૬૪૫
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.