48 સીટના હવાતિયાં મારતાં મનોજ તિવારીને સવાલ પૂછાતા કટાક્ષ કરતા આપ્યો જવાબ

આમ આદમી પાર્ટી(AAP) ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે જ એક્ઝિટ પોલની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. જો કે, દિલ્હી બીજેપીના ચીફ મનોજ તિવારીએ એક્ઝિટ પોલ્સના અનુમાનોને ફગાવ્યા હતા અને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો હતો કે બીજેપીના ખાતામાં 48 બેઠકો આવશે. સાથે જ તેમના ટ્વીટનો સ્ક્રીન શોટ લઈ સાચવીને રાખવાની વાત પણ કહી હતી.

પરંતુ દિલ્હીના ચૂંટણી પરિણામોમાં બીજેપી ડબલ આંકડો પણ સ્પર્શ ન કરી શકી તો પરિણામની જાહેરાત દરમિયાન મનોજ તિવારી દ્વારા કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં એક રિપોર્ટરે પૂછ્યું કે એ સ્ક્રીન શોટનું શું કરીએ તો જવાબ આપ્યો કે હવે ‘રાખી જ મૂકો’. ખરેખર, દિલ્હીમાં બીજેપીની હાર બાદ સાંજે મનોજ તિવારીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં એક રિપોર્ટરે તેમના 8 ફેબ્રુઆરી વાળા ટ્વીટ અંગે સવાલ પૂછતા કહ્યું કે આપનું ટ્વીટ સંભાળીને રાખ્યું છે તો હવે શું તેને ડિલિટ કરી દઉ? આ સવાલ પર મનોજ તિવારીએ કહ્યું કે,‘….તો મે જે ટ્વીટ કર્યુ હતું, તેને સંભાળીને રાખ્યા હશે, તો હવે તેને સાચવીને જ રાખજો.’

આપને જણાવી દઈએ કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં વોટિંગ સમાપ્ત થયા પછી સામે આવેલ એક્ઝિટ પોલ્સમાં એકવાર ફરી AAPની સરકાર બનવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. ત્યારે મનોજ તિવારીએ ટ્વિટ કરી લખ્યું કે,‘બધા એક્ઝિટ પોલ ફેલ થશે…મારું આ ટ્વીટ સંભાળીને રાખજો. બીજેપી 48 બેઠકો મેળવી સરકાર બનાવશે. કૃપ્યા ઇવીએમ પર દોષ લાવવાનું બહાનું અત્યારથી શોધી ન લેતા.’ તિવારીનું આ ટ્વીટ ખૂબ વાયરલ થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.