અમેરિકાએ ભારતીય સશસ્ત્રદળોના આધુનિકીકરણ અને ભારતના એર ડિફેન્સને મજબૂત બનાવવા માટે ૧.૮૬૭ બિલિયન ડોલરના ખર્ચે એર ડિફેન્સ વેપન સિસ્ટમ વેચવાનો નિર્ણય કર્યો છે. ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સીએ સોમવારે જણાવ્યું હતું કે, ટ્રમ્પ સરકારે અમેરિકી કોંગ્રેસને જણાવ્યું હતું કે, સરકારે ભારતને ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) વેચવાનો નિર્ણય કર્યો છે. આ આખી સિસ્ટમની કિંમત ૧.૮૬૭ બિલિયન અમેરિકન ડોલર છે.
અમેરિકી વિદેશ વિભાગે જણાવ્યું હતું કે, ભારત આ ડિફેન્સ આર્ર્ટિકલ્સ અને સર્વિસિઝનો ઉપયોગ તેના સશસ્ત્રદળોને આધુનિક બનાવવા અને હવાઇ હુમલા સામે એર ડિફેન્સ મજબૂત બનાવવા કરવા માગે છે. આ સિસ્ટમથી ભારતીય સેનાની ક્ષમતાઓમાં વધારો થશે અને ભારત, અમેરિકા તથા અન્ય સહયોગી દેશો વચ્ચે લશ્કરી સહયોગમાં પણ વધારો થશે.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલાં ભારત સરકાર અમેરિકી ડિફેન્સ કંપની લોકહીડ ર્માર્ટિન પાસેથી ૨.૬ અબજ ડોલરના ખર્ચે નૌકા હેલિકોપ્ટરો ખરીદવાને મંજૂરી આપવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ કરી રહી છે. ૨૦૦૭થી અત્યાર સુધીમાં ભારતે અમેરિકા પાસેથી ૧૭ બિલિયન ડોલરના સંરક્ષણ ઉત્પાદનોની ખરીદી કરી છે. ભારત લોકહીડ ર્માર્ટિન પાસેથી ૨૪ સીહોક હેલિકોપ્ટરની ખરીદી કરે તેવી સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.