જાણો કઈ તારીખે અને ક્યાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે કેજરીવાલ

AAPના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી ચાર દિવસ બાદ એટલે કે 16 ફેબ્રુઆરીએ ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. આજે અરવિંદ કેજરીવાલે ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવશે. આ ચૂંટમીમાં આમ આદમી પાર્ટીએ લગભગ 2015  જેવું પ્રદર્શન ફરી કરતાં 62 સીટ મેળવી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, સીએમ કેજરીવાલનો શપથ ગ્રહણ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે. આ શપથ ગ્રહણ સમારોહમાં કેજરીવાલના સાથે અનેક ધારાસભ્ય પણ મંત્રિપદના શપથ લઈ શકે છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે સમારોહમાં કઈ-કઇ હસ્તિઓને આમંત્રણ મોકલવામાં આવશે.

ગઈકાલે પાર્ટીની જીતથી ઉત્સાહિત કેજરીવાલે કહ્યું હતું, ‘આ જીત મારી જીત નથી આ દિલ્હીના લોકોની જીત છે. આ એવા દરેક પરિવારની જીત છે જેણે મને દીકરો માનીને આટલું સમર્થન કર્યું. આ એ દરેક પરિવારની જીત છે જેને ઘરમાં 24 કલાક વીજળી મળે છે. આ એ દરેક પરિવારની જીત છે, જેમની દિલ્હીની હોસ્પિટલોમાં સારી સારવાર મળવા લાગી છે.’

નોંધનીય છે કે, 70 વિધાનસભા સીટોમાંથી આમ આદમી પાર્ટીને 62 અને ભાજપને 8 સીટ મળી છે. જ્યારે કોંગ્રેસ 2015ની ચૂંટમી જેમ જ આ વખતે પણ ખાતું ખોલી શકી ન હતી. વર્ષ 2015 ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 67 અને ભાજપને 3 સીટ મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.