આ ગુજરાત જનતાનું છે, ભાજપના બાપની જાગીર નથી , આખરે 18 દિવસે દેખાયો હાર્દિક


ઘણા દિવસોથી ગાયબ થનારા પાટીદાર અનામત આંદોલન સમિતિના લીડર અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે બેક ટુ બેક ગઇકાલે બે ટ્વીટ અને આજે એક ટ્વીટ કરી દીધી હતી. હાર્દિકની પત્નીએ હાર્દિકના ગાયબ થવા પાછળ ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યા હતા. હાર્દિકની પત્ની કિંજલે કહ્યું હતું કે, 18 જાન્યુઆરીથી હાર્દિક ગાયબ છે. રાજ્યની સરકારી મશીનરી તેનું શોષણ કરી રહી છે. આ બધી ચર્ચા વચ્ચે હાર્દિક પટેલે 11 ફેબ્રુઆરીના રોજ બે ટ્વીટ કરી હતી અને ભાજપ કેમ તેને જેલમાં બંધ કરવા માગે છે, તે અંગે હાર્દિકે કારણ આપ્યું હતું.

હાર્દિક પટેલે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ખોટા કેસમાં મારા આગોતરા જામીનની પ્રક્રિયા હાઇકોર્ટમાં ચાલી રહી છે. મારા વિરુદ્ધ કેટલાક બિનજામીનપાત્ર વોરંટ પણ બહાર પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં પંચાયતની ચૂંટણી આવી રહી છે, એટલા માટે ભાજપ મને જેલમાં બંધ કરવા માગે છે. હું ભાજપા વિરુદ્ધ જનતાની લડાઇ લડતો રહીશ. જલદી મળીશું.

તેણે અન્ય એક ટ્વીટમાં લખ્યું હતું કે, જય હિંદ, ચાર વર્ષ પહેલા ગુજરાત પોલીસે મારા પર ખોટો કેસ નોંધ્યો હતો, લોકસભા ચૂંટણી સમયે મારા પર થયેલા કેસની યાદી મેં અમદાવાદ પોલીસ કમિશનર પાસે માગી હતી, પરંતુ આ કેસ એ યાદીમાં નહોતો. પંદર દિવસ પહેલા અચાનક પોલીસ મારા મને કસ્ટડીમાં લેવા આવી હતી, પરંતુ હું ઘરે નહોતો.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે વધુ એકવાર ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા એક ટ્વીટ કરી હતી. કિંજલે આજે કરેલી ટ્વીટમાં લખ્યું હતું કે, પ્રદેશની 6 કરોડ જનતાને ગાંધી અને સરદારના ગુજરાતને મજબૂત કરવાનું કામ કર્યું છે. ગુજરાતની અસ્મિતા અને જનતાના અસ્તિત્વને બચાવવા માટે હાર્દિક પટેલ લડાઇ લડી રહ્યો છે. આ ગુજરાત જનતાનું છે, ભાજપના બાપની જાગીર નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.