પહેલેથી જ મોંઘવારીનો માર ઝેલી રહેલા સામાન્ય નાગરિકો માટે વધુ એક ઝટકો છે. ઈન્ડેન ગેસે સબસિડી વિનાના સિલિન્ડરના ભાવોમાં વધારો કરી દીધો છે. ડિસેમ્બરમાં દિલ્હીમાં 14.2 કિલોના સબસિડિ વિનાના સિલિન્ડર માટે 695.00 રૂપિયા ચૂકવવા પડતા હતા. કોલકતામાં 725.50 રૂપિયા ચૂકવવાના રહેતા હતા. તો મુંબઈ અને ચેન્નઈમાં 14.2 કિલોના સબસિડિ વિનાના ગેસ સિલિન્ડર માટે ભાવ ક્રમશઃ 665.00 અને 714.00 રૂપિયા હતો. માત્ર 2 મહિનાની અંદર સામાન્ય લોકો પર 200 રૂપિયાનો બોજો વધી ગયો છે.
ઈન્ડેન ગેસે સબસિડિ વિનાના ગેસ સિલિન્ડર 150 રૂપિયા મોંઘા કરી દીધા છે. દિલ્હીમાં 14 કિલોના ગેસ સિલિન્ડરનો ભાવ 144.50 રૂપિયા વધી ગયો છે. હવે દિલ્હીમાં સબસિડિ વિનાના ગેસ સિલિન્ડર 858.50 રૂપિયામાં મળશે.
તો કોલકતામાં ગ્રાહકોએ 149 રૂપિયા વધારે ચૂકવીને 896.00 રૂપિયામાં સિલિન્ડર ખરીદવો પડશે. તો મુંબઈમાં 145 રૂપિયાનો વધારો થયો છે. મુંબઈમાં નવી કિંમત 829.50 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નઈની વાત કરીએ તો ત્યાં સબસિડિ વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં 147 રૂપિયાનો વધારો થયો છે. જ્યાં સિલિન્ડર 881 રૂપિયામાં હવેથી મળશે. આ પહેલા 1 જાન્યુઆરીથી સબસિડિ વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં 19 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
પેટ્રોલ-ડીઝલના ભાવોમાં પાછલા 6 દિવસોથી જે ઘટાડો જોવા મળ્યો હતો તેના પર હવે બ્રેક લાગી ગઈ છે. તેલ કંપનીઓએ બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હી, મુંબઈ, કોલકતા અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેના ભાવ ક્રમશઃ 71.94 રૂપિયા, 74.58 રૂપિયા, 77.60 રૂપિયા અને 74.73 રૂપિયા પ્રતિ લીટર છે. તો આ ચારેય મહાનગરોમાં ડીઝલની કિંમતો પણ ક્રમશઃ 64.87 રૂપિયા, 67.19 રૂપિયા, 67.98 રૂપિયા અને 68.50 રૂપિયા પ્રતિ લીટરે સ્થિર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.