ન્યૂયૉર્ક : અમેરિકાના પ્રવાસે ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે કંઈ પણ સારું નથી થઈ રહ્યું. આતંકવાદના મુદ્દાને લઈ તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર એકલું પડી ચૂક્યું હતું. પરંતુ હવે પાકિસ્તાન અને ઈમરાન ખાન માટે એક સારા સમાચાર આવ્યા છે. દેવામાં ડૂબેલા પાકિસ્તાનને માઇક્રોસોફ્ટ (Microsoft)ના ફાઉન્ડર બિલ ગેટ્સ આર્થિક મદદ આપશે. બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશન (Bill and Melinda Gates Foundation) તરફથી પાકિસ્તાનને 200 મિલિયન ડૉલરની મદદ આપવામાં આવશે.
રેડિયો પાકિસ્તાન મુજબ, ગુરુવારે બિલ ગેટ્સની સાથે ઈમરાન ખાને એક એમઓયૂ કર્યુ છે. આ પૈસા પાકિસ્તાનમાં ગરીબીની વિરુદ્ધ હાથ ધરવામાં આવી રહેલા અભિયાન ‘અહેસાસ’ માટે આપવામાં આવશે. આ ફંડ વર્ષ 2020 સુધી ખર્ચ કરવામાં આવશે. ઈમરાન ખાન મુજબ, પાકિસ્તાનથી ગરીબી હટાવવાનો આ સૌથો મોટો કાર્યક્રમ છે. આ અવસરે તેઓએ બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો.
પાકિસ્તાનના માથે 6 લાખ કરોડનું દેવું
દેશને ચલાવવા માટે પાકિસ્તાન સતત દેવા લઈ રહ્યું છે. માર્ચ 2019 સુધી પાકિસ્તાન પર 85 બિલિયન ડૉલર એટલે કે ભારતીય રૂપિયામાં 6 લાખ કરોડથી વધુ દેવું છે. પાકિસ્તાને પશ્ચિમ યૂરોપ અને મધ્ય પૂર્વના દેશો પાસેથી ભારે ભરખમ લોન લીધી છે. પાકિસ્તાનને સૌથી વધુ લોન ચીને આપી છે. આ ઉપરાંત, પાકિસ્તાને અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનો પાસેથી લોન લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.