AAP પાર્ટીનું નેતૃત્વ કરનારા બે નવા ચહેરા પર કેજરીવાલ રાજીરાજી, મંત્રીમંડળમાં મળી શકે છે જગ્યા

દિલ્હીમાં સતત ત્રીજી વાર સત્તા સંભાળવા જઈ રહેલી આમ આદમી પાર્ટી રવિવારના રોજ સમગ્ર કેબિનેટ સાથે દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ કરશે. કેજરીવાલે 2015માં પણ આ ઐતિહાસિક મેદાનમાં શપથ લીધા હતા. શપથગ્રહણ તારીખની જાહેરાત બાદ કેજરીવાલ કેબિનેટમાં કોણ કોણ મંત્રી બનશે, તેના પર અટકળો શરૂ થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ મંત્રીમંડળમાં બે નવા ચહેરાને પણ સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે.

કેજરીવાલ કેબિનેટમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા અને હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈનની એન્ટ્રી તો ફિક્સ છે. તો બીજી બાજુ આ વખતે કેબિનેટમાંથી અમુકના પત્તા કપાઈ તેવું પણ માનવામાં આવી રહ્યું છે. રાજેન્દ્ર નગરથી જીતેલા રાઘવ ચઢ્ઢા અને કાલકાજીથી જીતેલા આતિશીને કેજરીવાલ મંત્રીમંડળમાં મોકો મળી શકે છે. જણાવી દઈએ કે, આ બંને ચહેરા આપના ટોપમાં આવે છે.

આતિશીને મળશે મોકો ?

શિક્ષણ ક્ષેત્રે કરેલા કામોના વખાણ આમ આદમી પાર્ટી અનેક વખત જાહેરમાં કરી ચુકી છે. એવું માનવામાં આવે છે કે, આ વખતે શિક્ષણ વિભાગ આતિશીને આપવામાં આવી શકે છે. આતિશી ડેપ્યુટી સીએમ મનીશ સિસોદીયાના સલાહકાર તરીકે જૂલાઈ 2015થી એપ્રિલ 2018 સુધી નિભાવી ચુક્યા છે. જો કે, બાદમાં તેમને આ પદ પરથી રાજીનામુ આપ્યું પડ્યું હતું.

રાઘવ ચઢ્ઢા પણ બનશે મંત્રી

વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટેંટ રાઘવ ચઢ્ઢાને નાણા ખાતુ આપવામાં આવે તેવી સંભાવના છે. પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારણીના સભ્ય રાઘવે દિલ્હીના બજેટ બનાવવામાં અનેક વખત મહત્વની ભૂમિકા ભજવી છે. ઉલ્લેખનીય છે કે, કેજરીવાલના ગત કેબિનેટમાં સિસોદીયા, જૈન, કૈલાશ ગેહલોત, ગોપાલ રાય, ઈમરાન હુસૈન, રાજેન્દ્રપાલ ગૌતમ મંત્રી હતા.

 

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.