દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. આમ આદમી પાર્ટી પ્રચંડ બહુમતની સાથે સરકાર બનાવવા જઈ રહી છે. પાર્ટીને આ વિધાનસભા ચૂંટણીમાં 62 સીટ હાંસલ થઈ છે. તો ભાજપા પાર્ટીના ખાતામાં માત્ર 8 સીટો જ આવી. કોંગ્રેસ તો ખાતુ પણ ખોલી શકી નહીં. અન્ના આંદોલનથી રાજકીય મેદાનમાં ઉતરનાર અરવિંદ કેજરીવાલ ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનશે. અન્ના આંદોલન સમયે ઘણાં લોકો કેજરીવાલ સાથે જોડાયા હતા, જેમનો રાજકારણ સાથે કોઈ સંબંધ નહોતો. તેમાંના જ એક છે પ્રવીણ કુમાર. પ્રવીણ કુમાર હાલમાં દિલ્હીના જંગપુરાથી ધારાસભ્ય છે.
પ્રવીણ કુમાર ભોપાલના રહેવાસી છે. તેમણે 2008માં MBA કર્યા બાદ નોકરી છોડીને દિલ્હી આવવાનો નિર્ણય લીધો હતો. જ્યાં તેમણે 2011માં અન્ના આંદોલનથી પ્રભાવિત થઈને પોતાની નોકરી છોડી દીધી અને અરવિંદ કેજરીવાલની સાથે જોડાયા.
અરવિંદ કેજરીવાલે 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રવીણ કુમારને જંગપુરાથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. પ્રવીણે પણ પાર્ટીને નિરાશ નહોતી કરી. લગભગ 20 હજાર વોટથી તે જીતીને ધારાસભ્ય બનેલા.
આ વખતે પણ કેજરીવાલે તેમના પર ભરોસો દાખવ્યો હતો. તેમને ફરીથી જંગપુરાની ટિકિટ આપી હતી. આ વખતે પણ પ્રવીણ કુમારે પાર્ટીને જીત અપાવી છે. અને તેઓ બીજીવાર MLA બની ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.