વિક્રમ સંવત 2076, મહા વદ પાંચમ, ગુરુવાર સૂર્ય કુંભ રાશિમાં, રણછોડરાયજી-ડાકોરનો પાટોત્સવ
મેષ તર્ક-વિતર્ક, શંકા-કુશંકાનાં ઘેરાયેલા વાદળોમાંથી બહાર આવી શકશો. નાણાભીડ. સ્વજન-મિત્ર ઉપયોગી બને.
વૃષભ આપના હાથ ધરેલાં કાર્યોને આગળ ધપાવી લેજો. ઇષ્ટ ફળ આવી મળે. કુટુંબી-મિત્ર વર્ગ અંગે સાનુકૂળતા. ખર્ચ.
મિથુન દેવાં, કરજ, ઉધારીથી દૂર રહી ચાલશો તો તણાવમુક્ત રહી શકશો. શત્રુની કારી ચાલે નહીં. તબિયત ચિંતા.
કર્ક લાગણીઓ અને ઇચ્છાઓના ઘોડાઓને લગામમાં રાખજો. નાણાભીડ. પ્રવાસમાં સફળતા.
સિંહ માનસિક તંગદિલી અને દબાણ વધી ન જાય તે માટે વ્યસ્ત રહી સમાધાનકારી બનો. વિવાદ ટાળજો.
કન્યા અણગમતી પરિસ્થિતિ અને પ્રતિકૂળતામાંથી બહાર અવાતું લાગે. પ્રયત્નો સફળ બને. આરોગ્ય જળવાય.
તુલા આપના ચિંતા-વિષાદનાં વાદળ વિખેરાતાં જણાય. આર્થિક આયોજન કરી લેજો. કૌટુંબિક કાર્ય થઈ શકે.
વૃશ્ચિક આપના મન પરના બોજને હળવો કરવાનો ઉપાય મળે. સ્વજન-મિત્રની મદદ જણાય. આરોગ્ય નરમગરમ.
ધન આર્થિક કે વ્યવસાયિક બાબતો ગૂંચવાઇ હશે તો ઉકેલાય. મન હળવું બને. લાભની તક મળે.
મકર ધાર્યા કામ અંગે વિલંબતી સફળતા. નોકર-ચાકર કે હાથ નીચેના કર્મચારીથી મતભેદ નિવારજો. પ્રવાસની તક.
કુંભ પ્રતિકૂળતાઓ સામે ટકી શકશો અને વધુ પ્રયત્ને બહાર નીકળી સફળતા તરફ આગળ વધી શકશો. તબિયત ચિંતા દૂર થાય.
મીન આપની લાગણીઓ પર કાબૂ રાખજો. આવેશ અને ઉગ્રતા દૂર રાખજો. આપ આખરે નિરાંત-શાંતિનો અનુભવ કરી શકશો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.