સરકારે તમામ મેડિકલ ડિવાઇસને ડ્રગ્સ ઘોષિત કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર માણસો અને જાનવરો પર ઉપયોગ થતા ઉપકરણો પણ ડ્રગ્સ કહેવાશે. તેના પછી હવે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ (Drugs and Cosmetcis Act, 1940 (23 of 1940)ની કલમ 3 અંતર્ગત માણસો અને જાનવરો પર ઉપયોગમાં લેવાતા ઉપકરણોને ઔષધિની શ્રેણીમાં રાખવામાં આવશે. આ કાયદો 1 એપ્રિલ 2020થી લાગૂ થઇ જશે.
માણસો અને જાનવરો માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણોને ઔષધિની શ્રેણીમાં લાવી દેવામાં આવ્યા છે. ચિકિત્સા ઉપકરણ સંશોધન નિયમ 2020ને પણ લાગુ કરવામાં આવ્યો છે. જેમા ચિકિત્સા ઉપકરણોના રજીસ્ટ્રેશનને જરૂરી બનાવવામાં આવ્યું છે. તમામ ચિકિત્સા ઉપકરણોને ઔષધિ શ્રેણીમાં લાવવાનો ઉદ્દેશ એ છે કે, તે ગુણવત્તાના માપદંડોને પૂર્ણ કરી શકે, સાથે જ ચિકિત્સા ઉપકરણ બનાવનાર કંપનીઓને તેના ઉત્પાદન માટે વધુ જવાબદેહ બનાવી શકાય. જેથી તેઓ તેની ગુણવત્તા પર વધારે ધ્યાન આપે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940ની કલમના ખંડ (બ)ના ઉપખંડ (ચાર) અનુસાર તમામ પ્રકારના મેડિકલ ડિવાઇસને મંગળવારે ડ્રગ્સ તરીકે અધિસુચિત કર્યા છે.
હાલમાં 23 શ્રેણીઓના મેડિકલ ઉપકરણોને જ દવાઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જેમા કાર્ડિયાક સ્ટેંટ, ડ્રગ ઇલ્યૂટિંગ કાર્ડિયક સ્ટેંટ, કોન્ડોમ, સીટી સ્કેન, એમઆરઆઇ મશીન, ડેફઇબ્રિલેટર, ડાયલિસિસ મશીન, પીઇટી ઉપકરણ, એક્સ-રે મશીન સહિત કેટલાકને જ મૂલ્ય નિયંત્રણમાં લાવવામાં આવ્યા છે.
જાહેરનામું બહાર પાડ્યા બાદ એસોસિએશન ઓફ ઇન્ડિયન મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રી (AiMeD)ના ફોરમ કોઓર્ડિનેટર રાજીવ નાથે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલિ વેલફેરની સેક્રેટરી પ્રીતિ સુડાનને મેલ કરી તેમને મળવાનો સમય માંગ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.