ભાજપનુ ડહાપણ-અમારુ મન શુદ્ધ છે અને અમે શુદ્ધ મનથી જ કામ કરીએ છીએ. અમે ક્યારેય પણ ધર્મના આધારે ભેદભાવ નથી કર્યો

દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામના બે દિવસ બાદ ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન આવ્યું છે. એક કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે, કેટલાય પક્ષો માટે ચૂંટણી સરકાર બનાવવા અને પાડવા માટે હોય છે. પણ ભાજપ એક વિચારધારા આધારિત પાર્ટી છે. અમારા માટે ચૂંટણી અમારી વિચારધારાને આગળ વધારવા માટેની છે. અમે ફક્ત હાર કે જીત માટે ચૂંટણી નથી લડતા.

ગૃહ મંત્રી અમિત શાહે ભાર આપીને જણાવ્યુ હતું કે, ચૂંટણીમાં ગોળી મારવાની વાત કરવી યોગ્ય નથી, પણ સાથે સાથે ડંડા મારવાની વાત કરવી તે પણ યોગ્ય નથી. આજે પણ એ જ મુદ્દો છે કે, કોઈનો પણ વિરોધ કઈ રીતે કરવો. તેમણે કહ્યું હતું કે, જે રીતે શાહીનબાગના લોકોને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે, તે રીતે અમને પણ અમારા વિચારો વ્યક્ત કરવાનો અધિકાર મળેલો છે. અને અમે તે કર્યું તેમા ખોટુ શું છે.

ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમારુ મન શુદ્ધ છે અને અમે શુદ્ધ મનથી જ કામ કરીએ છીએ. અમે ક્યારેય પણ ધર્મના આધારે ભેદભાવ કર્યો નથી. હું આજે પણ દેશને કહેવા માગુ છું કે, સીએએમાં એવી કોઈ જોગવાઈ નથી કે, જેનાથી દેશના મુસ્લિમોની નાગરિકતા છીનવી લેવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.