‘હું મૂળ રકમના 100 ટકા પાછા આપવા તૈયાર છું. ED જે કરી રહ્યા છે તે યોગ્ય નથી- વિજય માલ્યા

અનેક બેંકોના પૈસા લઈને લંડનથી ભાગી ગયેલા દારૂના વેપારી વિજય માલ્યા ગુરુવારે બ્રિટિશ હાઇકોર્ટમાં રડી પડ્યા હતા. માલ્યાએ કોર્ટમાં હાથ જોડીને કહ્યું કે ભારતીય બેંક તાત્કાલિક પૈસા પાછા લઇ લે.. રોયલ કોર્ટ જસ્ટિસની બહાર, માલ્યાએ કહ્યું, ‘હું મૂળ રકમના 100 ટકા પાછા આપવા તૈયાર છું. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મારા માટે જે કરી રહ્યા છે તે કોઈ પણ રીતે સારું નથી. 64 વર્ષીય વિજય માલ્યા પર ભારતીય બેંકોના 9 હજાર કરોડની છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ છે. આ કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના હાથમાં છે.

માલ્યાએ કહ્યું, ‘ઇડીએ બેન્કોની ફરિયાદ પર મારી સંપત્તિ જપ્ત કરી હતી કે હું ચૂકવતો નથી. મેં મની લોન્ડ્રિંગ નિરોધક કાયદા હેઠળ ગૂનો નથી કર્યો કે ઇડી મારી સંપતિ જપ્ત કરી લે.

ભારત સરકાર વતી રજૂ થયેલી ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ (સીપીએ) માલ્યાના વકીલના દાવાને નકારી દીધો છે. ભારતમાં માલ્યા વિરુદ્ધ છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપો અનુચિત કહેવામાં આવ્યા છે. સુનાવણીમાં પ્રોસીક્યુશન વતી માલ્યા સામે પુરાવા રજૂ કરાયા હતા અને કહેવામાં આવ્યું હતું કે તેઓ બેંકો પાસેથી લોનના તરીકે 9 હજાર કરોડની ચુકવણીથી બચવા માટે બ્રિટન આવ્યા છે.

ફરિયાદીએ એમ પણ કહ્યું હતું કે માલ્યા સામે 32 હજાર પાનાના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. ભારતમાં બેંકોએ તેની સામે કેસ દાખલ કર્યો છે, જેમાં ભારતીય એજન્સીઓ (CBI-ED) ને માલ્યાની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.