કોંગ્રેસી MLAએ મહિલા IPSને ધમકી આપતા મળ્યો ધડાધડ જવાબ

છત્તીસગઢમાં કોંગ્રેસ ધારાસભ્યનું મહિલા આઇપીએસ ઓફિસરને ધમકી આપતો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે કોંગ્રેસની ધારાસભ્ય શકુંતલા સાહૂ મહિલા આઇપીએસ અધિકારી અંકિતા શર્માને કહે છે કે ‘મેડમ આવું ના બોલો નહીં તો તમારી કેટલી ઓકાત છે અમે પણ દેખાડી દઇશું…તેના પર એસપી તેમને આંગળી દેખાડીને કહે છે કે ઓકાત અંગે બોલો નહીં…ઓકાત અંગે વાત ના કરવી મેડમ.’ શકુંલા સાહૂ કહે છે કે મેડમ તમે આવી રીતે વાત ના કરો…તેના પર મહિલા આઇપીએસ કહે છે કે હું પણ એક જવાબદાર ઓફિસર છું…મેં કોઇ અપશબ્દનો પ્રયોગ કર્યો નથી.

શકુંતલા સાહૂ છત્તીસગઢના કસડોલથી ધારાસભ્ય છે. આઇપીએસ અંકિતા શર્મા બલૂદા બજાર જિલ્લામાં ટ્રેની આઇપીએસ અધિકારી તરીકે પોસ્ટેડ થયા છે. બંનેની વચ્ચે વિવાદ થયો તેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં એ જોઇ રહ્યા છે કે ત્યાં લોકોની ઘણી ભીડ જામી છે.

મળતી માહિતી પ્રમાણે ગયા બુધવારે જિલ્લામાં આવેલી સિમેન્ટ ફેકટરીમાં એક અકસ્માત થયો હતો અને તેમાં એક મજૂરનું મોત થયું હતું. અક્માત બાદ અહીં કોંગ્રેસના ધારાસભ્યના નેતૃત્વમાં લોકોએ પ્રદર્શન શરૂ કરી દીધું. કોંગ્રેસ ધારાસભ્ય અને તેમના સમર્થક મૃતક મજૂરના પરિવારવાળાઓને વળતર આપવાની માંગણી કરી રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.