નિર્ભયા કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ આર.ભાનુમતી બેભાન થયા, ચેમ્બરમાં લઈ જવાયા

નિર્ભયા ગેંગરેપ કેસ (Nirbhaya Gangrape)માં શુક્રવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી દરમિયાન જસ્ટિસ આર. ભાનુમતિ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક ચેમ્બરમાં લઈ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમની તપાસ કરી હતી. આ ઘટના બાદ નિર્ભયા કેસની સુનાવણી સ્થગિત કરી દેવામાં આવી છે.

હકીકતમાં, નિર્ભયા ગેંગરેપ કેસના દોષી વિનય શર્માએ રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવી દેવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેમની અરજી પર સુનાવણી થઈ હતી અને કોર્ટે અરજી રદ કરી નાખી હતી. નિર્ણય લખવામાં આવી રહ્યો હતો ત્યારે જ જસ્ટિસ ભાનુમતિ બેભાન થઈ ગયા હતા. જોકે, થોડા સમયમાં તેઓ ભાનમાં આવી ગયા હતા. જે બાદમા જસ્ટિસ ભાનુમતિને ચેમ્બરમાં લાવવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમને તાવ છે.

સૉલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે નિર્ભયા કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ભાનુમતિએ દવા પણ લીધી હતી, પરંતુ સુનાવણી દરમિયાન તેમને તકલીફ પડી રહી હતી.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગુરુવારે નિર્ભયાકાંડના ચારેય દોષિતોમાંથી એક વિનય શર્માની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્વારા તેની અરજી ફગાવી દેવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આજે કોર્ટે નિર્ણય સંભળાવતા વિનયની અરજી રદ કરી નાખી હતી. વિનયે પોતાની અરજીમાં માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. જોકે, કોર્ટે તમામ દલીલો રદ કરતા કહ્યું કે દોષીની માનસિક હાલત બિલકુલ સારી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.