મંગળવારે આસામના લઘુમતી કલ્યાણમંત્રી રંજિત દત્તાએ સ્વદેશી મુસ્લિમ ગણાતા ગોરિયા, મોરિયા, દેસી અને જોલાહ જેવા મુસ્લિમ સમુદાયોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરી હતી.
આ બેઠકમાં તેમણે સર્વેક્ષણ કરવા માટેની યોજનાની વાત કરી હતી.
આ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં રંજિત દત્તાએ કહ્યું કે, “સ્વદેશી મુસ્લિમોના પ્રતિનિધિઓએ બેઠકમાં અમને જે સૂચનો કર્યાં છે તેનો અમે સ્વીકાર કર્યો છે.”
“સરકારનો ગૃહ, મહેસૂલ અને લઘુમતી કલ્યાણવિભાગ હવે ઘરેઘરે ફરીને સ્વદેશી મુસ્લિમોની સામાજિક-આર્થિક વસતી ગતણરીનું આયોજન કરશે.”
2011ની વસતીગણતરી અનુસાર આસામની કુલ વસતી લગભગ 3 કરોડ 12 લાખ છે. તેમાંથી એક કરોડથી વધુ મુસ્લિમો છે.
આસામના આ રીતે કુલ 34.22 ટકા મુસ્લિમો છે, તેમાંથી લગભગ 42 લાખ સ્વદેશી મુસ્લિમ હોવાનું કહેવાય છે.
બેઠકમાં સંગઠનોએ વ્યક્ત કરેલી એક ચિંતા વિશે વાત કરતાં મંત્રી દત્તાએ કહ્યું, “સ્વદેશી મુસ્લિમોની વસતીગણતરી પછી જે વિકાસ કૉર્પોરેશન બનશે તેની આગળ ઇન્ડિજિનસ કે મુસલમાન શબ્દનો ઉપયોગ ના કરવાનો નિર્ણય લેવાયો છે.”
“આ એક સંવેદનશીલ સર્વેક્ષણ હશે, કેમ કે બાંગ્લાદેશી મુસ્લિમ તેમાં પોતાનું નામ નોંધાવવાની કોશિશ કરશે. આ મુસ્લિમોનું વિભાજન કરવા માટે નહીં, પણ ગત બજેટમાં અમે આપેલું વચન પૂરું કરવા માટે કરી રહ્યા છીએ.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.