તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગાને કાશ્મીર મુદ્દે પોતાની ટાંગ અડાવી છે. પાકિસ્તાની સંસદના બંને સદનોને સંબોધિત કરતા તેમે એવું નિવેદન આપ્યું છે કે જેનાથી ભારત સાથેના તેના સંબંધો ખરાબ થઈ શકે છે. એર્દોગાને કહ્યું કે કાશ્મીરમાં અત્યાચાર થઈ રહ્યાં છે અને તેઓ ચૂપ બેસશે નહીં. તેમણે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનને બિનશરતી ટેકો આપવાનું વચન પણ આપી દીધુ.
એર્દોગાનનું સમગ્ર ભાષણ ઈસ્લામ અને મુસલમાનની આજુબાજુ રહ્યું. મુસ્તફા કમાલ પાશા ઉર્ફે અતાતુર્કની ધર્મનિરપેક્ષ સાંસ્કૃતિક વારસાથી બિલકુલ ઉલટુ એર્દોગાન જાણે દુનિયાભરના મુસલમાનોના રહેનુમા બનવાની કોશિશ કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે કોઈ જમીન પર ખેંચાયેલી સરહદ ઈસ્લામમાં માનનારાઓને અલગ કરી શકે નહીં.
એટલું જ નહીં આતંકવાદના જનક પાકિસ્તાનને તેમણે તેના સૌથી વધુ પીડિત પણ ગણાવી લીધો. ઈમરાન ખાન અને બાકી સાંસદોની તાળીઓ વચ્ચે એર્દોગાને કહ્યું કે તેઓ ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પણ પાકિસ્તાન માટે બિનશરતી સમર્થન કરશે. એર્દોગાને પાકિસ્તાનને પોતાનું બીજુ ઘર ગણાવીને ઈમરાન ખાનને ખુશ કરી દીધા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.