ઘરનો ભેદી લંકા ઢાળે, રુપાણીને પોતાના મંત્રીઓ જ સત્તાથી હટાવાની તૈયારીઓ કરી રહ્યા છે

2014માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી સ્પષ્ટ બહુમતી બાદ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન અને દલિત આંદોલનને પગલે તેમને હટાવી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. રાજ્યમાં અનામતની માંગણી સાથે ચાલી રહેલા પાટીદારોના આંદોલન અને બાદમાં ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા દલિત આંદોલનની આગને સમાવવામાં નિષ્ફળ રહેલા આનંદી બેન પટેલને હટાવી ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા.

નરેન્દ્ર મોદી 2014માં દેશના વડાપ્રધાન બન્યા એટલે ના છૂટકે ગુજરાતને નવા મુખ્યમંત્રીની જરૂર પડી. આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યાને ગુજરાતમાં સવર્ણ સમાજોને અન્યાય થઈ રહ્યો છે એવો જુવાળ પાટીદાર અનામત આંદોલનથી ઉભો થયો. આના પરિણામે આનંદીબેનને રાજીનામું આપવું પડ્યું . જોકે એવી પરિસ્થિતી ફરીથી ગુજરાતમાં આવીને ઉભી હોય તેવાં એંધાણ દેખાઈ રહ્યા છે. શું વિજયભાઈના નેતૃત્વને બદલવા આ બિનઅનામત vs અનામતની લડત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. રૂપાણી સરકારના જ કેબિનેટ મંત્રીઓ ખુલ્લેઆમ આંદોલનકારીઓની પડખે ઉભા છે એ શું સુચવી રહ્યું છે?  ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પરિપત્ર મામલે સરકારને ચીમકી આપી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે, સરકાર 48 કલાકમાં પરિપત્ર વિવાદનો ઉકેલ લાવે.. જો આમ કરવામાં નહીં આવે તો ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવશે..તેમણે વધુમાં કહ્યુ કે, રાજ્યમાં કેટલાક શખ્સો દ્વારા માહોલ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં રાજ્ય સરકાર દર વર્ષે ઢગલાબંધ પોસ્ટની ભરતીઓ કરે છે. એમાંની એક એવી પોસ્ટ LRD એટલે કે, લોકરક્ષક દળની ભરતીમાં અનામત વર્ગની મહિલાઓનું મેરીટ ઉચું જતાં અને બિનઅનામત વર્ગની મહિલા કેટેગરીનું મેરીટ નીચું રહેતાં લગભગ 40-50 સીટની ભરતી માટે સમગ્ર ગુજરાતના સવર્ણો અને બિનસવર્ણો તમામ વર્ગો રસ્તા પર ઉતરી આવે. ગાંધીનગરમાં અનામત વર્ગની બહેનો 60 દિવસથી ઉપવાસ કરે આ લડત શું સુચવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.