- હેલમેટ લાયસન્સ ન હોવાથી મહિલાને પોલીસે અટકાવી હતી
- મહિલાએ કહ્યું, બાળકીને સ્કૂલ મુકી આવવા દો, પણ ન જવા દેવાઈ
સુરતઃડભોલી ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ સાથે એક મહિલાની રકઝક થઈ હતી. પોલીસે હેલમેટ લાયસન્સ ન હોવાથી મહિલાને અટકાવતાં હોબાળો મચી ગયો હતો અને લોકોના ટોળાં એકઠાં થઈ જતાં પોલીસની ગાડીઓ બોલાવવામાં આવી હતી. બાદમાં મામલો થાળે પડ્યો હતો.
દીકરીને સ્કૂલ મુકવા જવાનો સમય ન અપાયોઃમહિલા
મહિલાએ જણાવ્યું હતું કે, ડભોલી સિધ્ધેશ્વર સોસાયટી નજીક વળી ત્યાં મને પોલીસે રોકી હતી મેં કહ્યું, સાઈડમાં ગાડી પાર્ક કરું ત્યાં તો મને કહે ભાગો છો ક્યાં..એમ કરી ચાવી કાઢવીનો પ્રયત્ન કર્યો..મેં કહ્યું, દીકરીને સ્કૂલ પહોંચવામાં મોડું થશે મુકીને આવું અને લાયસન્સ ઘરે છે તે લઈ આવીને આપને બતાવી દઈશ. તમે ગાડીનો નંબર લખી લો..પરંતુ તેઓ માન્યા નહીં અને ગાળો આપવા લાગ્યા અને ચાવી લઈ લીધી હતી.
પહોંચ બુક નહોતી લોકો
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મહિલા સાથેની જોહુકમથી થતી જોઈ મોટી સંખ્યામાં લોકો આસપાસથી આવી ગયા હતાં. અમે લોકોએ પોલીસ પાસે આરટીઓની રસિદ માંગી હતી પરંતુ તેમની પાસે કશુ જ નહોતું. આખરે પોલીસનો મોટો કાફલો આવી જતાં લોકોના ટોળા વિખેરાયાં હતા અને મામલો થાળે પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.