દુબઈમાં 3 કરોડનો ઓર્ડર અપાવવાની લાલચ આપી શખ્સે કંપનીના માલિકના 50 લાખ રૂપિયાની કટકી કરી

આણંદ: શહેરમાં આવેલી પીવીસી પાવર કંપનીના માલિક સાથે ભાવનગરના એક શખ્સે 50 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. શખ્સે કંપનીના માલિક સાથે ઓનલાઇન મિત્રતા કરી હતી. ત્યારબાદ દુબઈની કંપનીમાં 3 કરોડનો એલઈડીનો ઓર્ડર અપાવવાની લાલચ આપી હતી. પીવીસીના માલિકે શખ્સની વાતોમાં આવીને રૂપિયા આપી દીધા હતા. જોકે બાદમાં છેતરપિંડીની જાણ થતા ભાવનગરના શખ્સ વિરુદ્ધ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચીખોદરા ગામના રહેવાસી ભાગવતભાઈ પ્રતિપભાઈ પટેલ બાપ-દાદાની પીવીસી પાવર પ્રાઈવેટ લિમિટેડ કંપની છે. તેમની કંપની દેશ-વિદેશમાં માલ-સામાન સપ્લાય કરે છે. ભાગવતભાઈનો 2019માં ભાવનગરના નિસર્ગ પાઠક સાથે સંપર્ક થયો હતો. નિસર્ગ પાઠકે ચેટિંગ થતી મિત્રતા વધારી ભાગવતભાઈને દુબઈમાં મોટો ઓર્ડર અપાવવાની વાત કરી હતી.

નિસર્ગ સાથે દરરોજ વાતચીત થતા ભાગવતભાઈને તેના પર વિશ્વાસ બેસવા લાગ્યો હતો અને દુબઈનો ઓર્ડર લેવા માટે તૈયારી બતાવી હતી. ભાગવતભાઈએ સૌથી પહેલા નિસર્ગના એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ તેમને દુબઈની કંપની તરફથી ઓર્ડરને લખતો મેલ આવ્યો હતો. જેથી ભાગવતભાઈનો વિશ્વાસ વધી ગયો હતો. થોડા સમય બાદ નિસર્ગે 50 લાખ રૂપિયાની માંગ કરી હતી. જેથી ભાગવતભાઈએ બેન્ક તેમજ આંગણીયાપેઢી થતી તેને રૂપિયા મોકલી આપ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.