મુંબઈઃ બાયકુલા પૂર્વના મઝગાંવ સ્થિત GST ભવનની 8માં માળ પર સોમવારે આગ લાગી છે. ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની 15 ગાડી પહોંચી ગઈ છે. ઈમારતમાં કરનારા કર્મચારીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા પ્રમાણે લેવલ-4 (ભીષણ)ની આગ છે. આ ઘટનામાં હજુ સુધી કોઈને પણ ઈજા પહોંચી હોવાના સમાચાર નથી. આગનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવે છે.
બાયકુલા ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે તેમણે બપોરે 12:48 વાગે આગ લાગવા અંગે જાણકારી મળી હતી. ઘટના સ્થળ પર 15 વોટર ટેન્ક અને 5 ફાયર ઈંજન મોકલવામાં આવ્યા છે. જે ઈમારતમાં આગ લાગી છે ત્યાં GST કાર્યાલયનું સર્વર રુમ હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.