કર્ણાટકના રાજકારણમાં ફરી એક વખત રાજકીય મોરચે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે કર્ણાટકના સીએમ અને ભાજપના નેતા બી એસ યેદિયુરપ્પા સામે ભાજપના જ 25 જેટલા ધારાસભ્યોએ મોરચો ખોલ્યો છે. આ ધારાસભ્યો યેદિયુરપ્પાથી નારાજ ચાલી રહ્યા છે.તેમણે આગળની રણનીતિ ઘડવા માટે રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ જગદીશ શેટ્ટારના ઘરે બેઠક પણ બોલાવી હતી. મોદી અને શાહ માટે હાલમાં આ સમાચાર મુસિબત બની શકે છે.
આ બેઠક બાદ જાહેર કરાયેલા એક પત્રમાં ધારાસભ્યોએ પોતાની નારાજગી જાહેર કરી છે. જોકે તેના પર કોઈની સહી નથી. દરમિયાન એક ધારાસભ્યે એક ન્યૂઝ ચેનલને નામ નહી આપવાની શરતે કહ્યું હતું કે, હાલમાં રાજ્યમાં યેદિયુરપ્પાના પુત્ર સુપર સીએમ છે. બીજી તરફ કોંગ્રેસનું કહેવું છે કે, સત્તા મેળવવા માટે કોઈ પણ હદે જો ભાજપ જશે તો આવું થવાનું જ છે. યેદિયુરપ્પા પોતાના કાર્યકાળ પુરો નહી કરી શકે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, યેદિયુરપ્પાની વય 77 વર્ષની થઈ ચુકી છે અને ભાજપમાં એવું મનાય છે કે, 75 વર્ષ સુધી જ કોઈ વ્યક્તિ પદ પર રહી શકે છે.
કર્ણાટકમાં અગાઉ પણ અનેક નાટકો ભજવાઈ ચૂકયા છે. કોંગ્રેસ અને જેડીએસની સરકાર બહુમત સાબિત ન કરી શકતા કુમારસ્વામી સરકાર પડી ગઇ છે. યેદીયુરપ્પાની સરકાર હાલમાં બહુમત ધરાવતી સરકાર છે પણ ભાજપમાં અસંતોષ ભાજપને નડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.