ભુટાનમાં ભારતીય વાયુસેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં સવાર બંને પાયલોટે પોતાનો જીવ ગુમાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા પાઇલટ્સમાં એક કર્નલ રેન્કના અધિકારી પણ સામેલ હતા.
આપને જણાવી દઇએ કે ભારતીય વાયુ સેના (આઈએએફ) નું મિગ -21 તાલીમ વિમાન બુધવારે ગ્વાલિયર એરફોર્સ બેઝ નજીક ક્રેશ થયું હતું. અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે બંને પાઇલટ્સ સલામત રીતે બહાર નીકળવામાં સફળ થયા છે.
વાયુસેના દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે મિગ -21 પ્રકાર 69 તાલીમ વિમાન સવારે 10 વાગ્યાની આસપાસ ક્રેશ થયું હતું. વિમાન નિયમિત મિશન પર હતું અને ગ્વાલિયર એરફોર્સ બેઝથી ઉડાન ભરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.