પાકિસ્તાનનુ ફરી પકડાયું જૂઠ્ઠાણું , મસુદ અઝહર જેવા આતંકવાદીને છૂપાવી રાખ્યો છે

પાડોશી દેશ પાકિસ્તાનનું જૂઠ ફરી એકવાર સામે આવ્યું છે. તાજેતરમાં જ તેમણે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેતા મૌલાના મસુદ અઝહરના ગાયબ થવા વિશે વાત કરી હતી. પરંતુ ભારતીય એજન્સીઓએ કહ્યું છે કે તે પાકિસ્તાનના બહાવલપુર મુખ્યાલયના રેલ્વે કડી માર્ગ પર ચુસ્ત સુરક્ષા હેઠળ છુપાયેલો છે. જોકે, પાકિસ્તાન સરકારનું કહેવું છે કે તે અઝહરના ઠેકાણાની જાણ નથી. જ્યારે સત્ય એ છે કે આતંકવાદી એક એવા મકાનમાં રહે છે, જેના પર બોમ્બ હુમલો પણ બિનઅસરકારક રહેશે.

એજન્સીઓને માસૂદ અઝહરના અન્ય ત્રણ ઠેકાણા જાણવા મળ્યા છે જે એક જ પ્રાંતમાં છે. તે બહાવલપુરની કૈસર કોલોની, ખૈબર પખ્તુનખ્ખાના બન્નુમાં મદ્રાસા બિલાલ હબશી અને લકી મારવતની મદારસા મસ્જિદ-એ-લુકમાનમાં સ્થિત છે. આ માહિતી પણ ખૂબ સુસંગત બને છે કારણ કે રવિવારે પેરિસમાં ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ મળવાની છે. ઘણા અહેવાલો અનુસાર, પાકિસ્તાન કહી શકે છે કે મસુદ અઝહર ગુમ છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જૈશ દ્વારા કરવામાં આવેલા પુલવામા હુમલા બાદ ભારતે ડોઝિયર પાકિસ્તાનને સોંપ્યું હતું. જે મુજબ વર્ષ 2016 માં પઠાણકોટ એરબેઝ પર જૈશ હુમલાની તપાસ દરમિયાન મળેલા એક મોબાઈલ નંબરમાંથી એકનો સીધો સંબંધ બહાવલપુર આતંકી ફેક્ટરી સાથેનો હતો. અઝહર ભારતની અનેક આતંકવાદી ઘટનાઓનો માસ્ટર માઇન્ડ છે. ગુપ્તચર સુત્રોના જણાવ્યા અનુસાર અઝહરની તબિયત ઘણી નબળી છે. જેના કારણે તેના ભાઇ અબ્દુલ રઉફ અસગરે આતંકવાદી સંગઠન જૈશની જવાબદારી લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.