સુરતઃ લોકરક્ષક દળની ભરતીમાં મહિલા ઉમેદવારોને થયેલા અન્યાયનો મુદ્દો છેલ્લા બે મહિનાથી ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે સુરતમાં એક સમૂહ લગ્નમાં અનોખી રીતે સરકારના જીઆરનો વિરોધ કરવામાં આવ્યો હતો.
સુરતમાં સમૂહ લગ્નમાં LRD મુદ્દે આંદોલન કરી રહેલી મહિલાને સમર્થન આપવા લગ્નના મંડપ પર સરકારના જીઆરને રદ્દ કરવાની માંગણી કરવામાં આવી હતી. ત્યાં જ આંદોલન કરી રહેલી બહેનોને તન, મન અને ધનથી મદદ કરવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સાથે જ જો મહિલાની માંગણી નહીં સ્વીકારાય તો આગામી ચુંટણીમાં સરકારને નિર્ણય ભારે પડે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજના 17માં સમૂહ લગ્નમાં લોક રક્ષક દળ મુદ્દે ઉપવાસ પર બેઠેલી મહિલાઓને સમર્થન આપવામાં આવ્યું હતું. સ્ટેજ ઉપર અને લગ્ન મંડપ પર સરકારના જીઆરને રદ્દ કરવાની માંગણી કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતાં. સમૂહ લગ્નમાં સરકાર પરિપત્ર પાછો ખેંચે તેવી માંગણી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.