દિલ્હી વિધાનસભા પરિણામો બાદ બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ એક ટ્વિટ કરીને સીએમ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યો હતો. તેમણે લખ્યું હતુ કે જે હનુમાનજીની શરણમાં આવે છે તેને આશીર્વાદ મળે છે. હવે સમય આવી ગયો છે કે હનુમાન ચાલીસાનો પાઠ દિલ્હીની તમામ વિદ્યાલયો, મદરેસાઓ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં જરૂરી થાય. લાગે છે કે આમ આદમી પાર્ટીએ બીજેપી નેતાની વાતને ગંભીરતાથી લેતા કટ્ટર હિંદુત્વનાં એજન્ડાને અપનાવવાનો નિર્ણય કરી લીધો છે.
‘આપ’ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે એક નિમંત્રણ પત્ર છપાવીને પોતાના ક્ષેત્રનાં લોકોને સુંદર કાંડ માટે આમંત્રણ મોકલ્યું છે. તેમણે દર મહિનાનાં પહેલા મંગળવારે પોતાના ક્ષેત્રમાં સુંદર કાંડ કરાવવાની જાહેરાત કરી છે. ‘આપ’નાં આ પગલાને હિંદુત્વનાં મુદ્દાથી જોડીને દેખવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ‘આપ’ એ સમજી ચુક્યું છે કે બીજેપીનાં હિંદુત્વની આગળ વિરોધ પક્ષ ટકી શકતો નથી. દિલ્હીમાં પણ કેજરીવાલનાં હનુમાન ચાલીસા પઠન અને મંદિર જવા પર બીજેપીએ કટાક્ષ કર્યો હતો. આવામાં ‘આપ’ હવે બીજેપીનાં હિંદુત્વનો જવાબ પોતાના હિંદુત્વથી આપવાની તૈયારીમાં છે.
દિલ્હીમાં બમ્પર જીત બાદ હવે આમ આદમી પાર્ટી રાષ્ટ્રિય ફલક પર છવાઈ જવા માટે વિચારી રહી છે. રાષ્ટ્રિય સ્તર પર કૉંગ્રેસની સ્થિતિ કોઈથી છુપી નથી. આવામાં જો ‘આપ’ રાષ્ટ્રિય સ્તર પર ઉતરવાની તૈયારી કરે છે તો તેની સીધી ટક્કર બીજેપી સાથે થશે. બીજેપીને ટક્કર આપવા માટે ‘આપ’ કટ્ટર હિંદુત્વનો રસ્તો અપનાવવાથી પણ ચુકી રહી નથી. બીજેપીએ છેલ્લા એક વર્ષમાં પશ્ચિમ બંગાળથી ઉત્તર પ્રદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથની સામે હનુમાન ચાલીસા અને જય શ્રીરામનાં નારાનો ઉપયોગ કર્યો છે.
બંગાળમાં રસ્તાઓ પર મુસલમાનો દ્વારા નમાઝ પઢવાનાં વિરોધમાં બીજેપીએ રસ્તાઓ પર હનુમાન ચાલીસાનું પઠન શરૂ કર્યું. ગુજરાત અને મધ્યપ્રદેશ ચૂંટણી દરમિયાન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ સતત મંદિરોની યાત્રા કરી રહ્યા હતા અને સૉફ્ટ હિંદુત્વ તરફ જવાના સંકેત આપ્યા હતા, પરંતુ બીજેપીએ કૉંગ્રેસનાં હિંદુત્વને નકલી ગણાવ્યું હતુ. આવામાં ‘આપ’નું કટ્ટર હિંદુત્વ તરફ વળવું બીજેપી માટે પડકાર તરીકે જોવામાં આવે છે. જો કે એ પણ માનવામાં આવી રહ્યું છે કે ‘આપ’ની બીજેપીનાં કોઈ અન્ય હુમલાને પહોંચી વળવા પહેલાની આ તૈયારી છે. જે રીતે બીજેપીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાહીન બાગ અને હનુમાનને મુદ્દો બનાવ્યા હતા તેને જોતા ‘આપ’ સતર્ક થઇને હવે બહુમતી મતદારો તરફ નજર રાખી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.