ખાડો ખોદે તે પડે- નરેન્દ્ર મોદીનો ઉધડો લેવાના ચક્કરમાં રાહુલ ગાંધી પોતે જ ફસાયા

ગઈકાલે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે, ઈન્ડિયન આર્મીમાં મહિલાઓને પણ પરમેનેન્ટ કમાન્ડ પોસ્ટિંગ આપવામાં આવે. એટલે કે અત્યાર સુધી મહિલા અધિકારીઓ શોર્ટ સર્વિસ કમિશન દ્વારા ભરતી પામી 14 વર્ષ સુધી કામ કરી શકતી હતી. એ નિયમમાં ફેરફાર કરી તેમને કમાન્ડ પોસ્ટ ઉપરના હોદ્દા સુધી પ્રમોશન આપવામાં આવે.સુપ્રીમકોર્ટે સેનામાં મહિલા અધિકારીઓને કમાન્ડ પોસ્ટિંગ આપવાનો માર્ગ મોકળો કરી દીધો છે. કોર્ટે આદેશ કર્યો છે કે મહિલાઓને ત્રણ મહિના સ્થાયી કમિશન આપવામાં આવે. જોકે, કોર્ટે સ્પષ્ટતા કરી છે કે આ આદેશ કોમ્બેટ એટલે કે સીધા યુદ્ધમાં ઉતરનારી વિંગ પર લાગુ નહીં થાય.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ એવા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કર્યું, સરકારે સુપ્રીમ કોર્ટમાં એમ દલીલ આપી કે મહિલા આર્મી ઓફિસર કમાન્ડ પોસ્ટ અથવા પર્મનેન્ટ સર્વિસના યોગ્ય છે કે નહીં કેમકે તેઓ પુરુષોથી સામાન્ય છે. એવુ કરીને કેન્દ્ર સરકારે તમામ ભારતીય મહિલાઓનું અપમાન કર્યું છે. હું ભારતની મહિલાઓને અવાજ ઉઠાવવા અને બીજેપી સરકારને ખોટી સાબિત કરવા માટે ધન્યવાદ પાઠવું છું. રાહુલ ગાંધી સરકાર પર નિશાન સાધવાના ચક્કરમાં તે ભૂલી ગયા કે આ સમગ્ર મામલો તેમની ગત મનમોહનસિંહ સરકારના સમયગાળાનો છે.

પ્રીતિ ગાંધીનું ટ્વીટ: કોંગ્રેસ સરકારે 2010 માં ભારતીય મહિલાઓનું અપમાન કર્યું

જયારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે, તેવી જ રીતે કોંગ્રેસને મહિલા વિરોધી ગણાવ્યા છે. જ્યારે ભાજપ મહિલા મોરચા રાષ્ટ્રીય મીડિયાની રાષ્ટ્રીય પ્રભારી પ્રીતિ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, રાહુલ ગાંધી…, કઇ સરકારે ભારતીય મહિલાઓનું અપમાન કર્યું છે? શું તમે જાણો છો કે, 2010 માં કોંગ્રેસ સરકારે મહિલા અધિકારીઓને લાભ આપવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.